Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના જેન્તીલાલ ભવાનજી ગાલા (ઉં.વ. ૬૩), તા. ૨૨-૨-૨૩ને બુધવારના અવસાન પામેલ છે. પુરબાઇ ભવાનજી (કાકુ નાનુ)ના પુત્ર. રસીલાના પતિ. લાજુ, ઉર્વીના પિતા. સાકરબેન, લક્ષ્મીચંદ, વસંત, અરવિંદના ભાઇ. મેરાઉ બાંયાબાઇ નાનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: જેન્તીલાલ ગાલા, એ-૩૦૭, આશિર્વાદ બિ., તાનાજી નગર, કુરાર વિલેજ, મલાડ-ઇસ્ટ.
નાગલપુરના રશ્મીબેન (રમીલા) ગંગર (ઉં.વ. ૬૭) ૨૧-૨-૨૩ મંગળવારના અવસાન પામેલ છે. જગદીશ ગંગરના ધર્મપત્ની. વિમળાબેન ગાંગજીના પુત્રવધૂ. પાયલના માતુશ્રી. છસરા ઉમરબાઇ હંસરાજ શેઠીયાની સુપુત્રી. દામજી, કાનજી, ચુનીલાલ, જેઠાલાલ, વિસનજી, ઉતમ, જયંતી, લીલબાઇ નાનજી, પત્રીના કુંવરબાઇ ભાણજી, રાણબાઇ રામજી, ગુંદાલાના હીરબાઇ મગનલાલ, મોખા લક્ષ્મી દેવજી, વાંકી મંજુલા મુલચંદ, ખાખર દમયંતી હરખચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જગદીશ ગંગર, ૩૭, મુક્તા બાગ, ૨જે માળે, સ્ટેશન રોડ, મલાડ (વે.).
ગજોડના હરીશ પ્રેમજી છેડા (ઉં.વ. ૭૧) તા. ૧૮/૨/૨૩ના અવસાન પામેલ છે. દમયંતીબેન પ્રેમજી ડુંગરસીના સુપુત્ર. અમૃતના પતિ. રાખી, માનસીના પિતા. કાન્તા, મધુબાલા, વૈજયંતી, આશા, શોભાના ભાઈ. બારોઈના લક્ષ્મીબેન મોરારજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હરીશ છેડા. રૂમ નં. ૧૦, પ્લોટ નંબર ૨૨૦, ગોરાઈ (૨)બોરીવલી (વે).
માપરના પ્રેમજી લખમશી ગોસર (ઉં.વ. ૭૫) તા. ૨૨/૨/૨૩ના અવસાન પામેલ છે. ગંગાબેન લખમશીના પુત્ર. વાસંતીના પતિ. ભોજાય નીલમ- ભાવેશ, ગઢસીસા સંગીતા સંદિપ, ઉનડોઠ લીના મહેશના પિતા. ધીરજ, પ્રવિણ, ગુણવંતી ઝવેર, પુષ્પાના ભાઇ. મોથારા ખેતબાઇ હેમરાજ દેરાજના જમાઇ. પ્રા. શુભમંગલ કાર્યાલય, એવરેસ્ટ શોપીંગ સેન્ટર, ડોંબીવલી (ઇ.) ટા. ૩ થી ૪.૩૦.
કોટડી મહાદેવપુરીના માતુશ્રી રતનબેન ગોવિંદજી વેલજી સાવલા (ઉં.વ. ૮૦), તા. ૨૨-૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. માતુશ્રી રાજબાઈ વેલજી પાલણના પુત્રવધૂ. ગોવિંદજીના પત્ની. રાજેશ, પ્રફલ, કમલેશના માતુશ્રી. મોટા રતાડીયાના સાકરબેન રાયશી ભૂલા ગડાના સુપુત્રી. કોટડીના ચંચળબેન દેવચંદ, માપરના રૂક્ષ્મણીબેન મણીલાલના બહેન. ચક્ષુદાન અને ત્વચા દાન કરેલ છે. પ્રાર્થના: શ્રી જોગેશ્ર્વરી અચલગચ્છ જૈન સંઘ, હરદેવીબાઈ સોસાયટી, બેંક ઓફ બરોડાની સામે, ગૂફા રોડ, જોગેશ્ર્વરી (પૂર્વ), સમય: ૩.૦૦ થી ૪.૩૦.
નાની ખાખરના રૂક્ષ્મણીબેન વીસનજી સાવલા (ઉં.વ. ૮૭) માંડવી ખાતે તા. ૨૧-ર-૨૩ના અવસાન પામ્યા છે. દેવકાંમા કેશવજીના પુત્રવધૂ. વીસનજીના ધર્મપત્ની. પ્રદીપ, ડો. રોહીત, હેમંતના માતુશ્રી. ભુજપુરના પાનબાઈ દેવજી રાઘવજીની પુત્રી. પ્રેમજી, નાના ભાડિયાના કુંવરબાઈ દામજી, ભાણબાઇ ખેતશી, મોટા આસંબીયાના લક્ષ્મીબેન નરશી, સં.પ. પૂ. હીરપ્રભાશ્રીજી મ.સા.ના બહેન. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી. નિ. ડો. રોહીત સાવલા, ૨૬-પારમી, મારૂતી નગર, બાબાવાડી, માંડવી (કચ્છ), પીન-૩૭૦ ૪૬૫.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બગસરા નિવાસી હાલ મુલુંડ સ્વ. દિવાળીબેન નાનાલાલ કલ્યાણજી કામદાર (મડિયા)ના સુપુત્ર મનસુખભાઇ (ઉં. વ. ૮૫) ગુરુવાર તા. ૨૩-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અરૂણાબેનના પતિ. જયશ્રીબેન, દિપ્તીબેન, પારૂલબેન તથા ધર્મેશભાઇના પિતા. પિયુષભાઇ, સ્વ. સંજયભાઇ તથા અ. સૌ. રિંકલના સસરા. અર્હમ, સોહમ, સર્વમ, ધ્રુવીન, ધ્રુવના દાદા-નાનાજી. તે સ્વ. કુમુદબેન બાબુલાલ દોમડિયાના જમાઇ. ગુણાનુવાદ સભા શુક્રવાર તા. ૨૪-૨-૨૩ના સવારના ૯.૩૦થી ૧૧. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, સેવારામ લાલવાણી રોડ, વિજ્ય સોસાયટી હોલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).
ખેડા જૈન
ખેડા નિવાસી હાલ ઘાટકોપર રત્નકુક્ષીમાતા ઉર્મિલાબેન વિનોદચંદ્ર શાહ (ઉં. વ. ૮૭) તે સ્વ. તારાબેન રમણલાલ શાહના પુત્રવધૂ. સ્વ. હિંમતલાલ મગનલાલ શાહના દીકરી. જયમાલા મ. સા. ના સંસારીબેન. તપોભૂષણ મ. સા., ઉદય, પ્રીતિના માતા. કૌશલ્યાનીધિ મ. સા., રેખા રાજીવના સાસુ. સ્વ. સુવર્ણાબેન ભૂપેન્દ્રભાઇ, રમીલાબેન અરવિંદભાઇ, નલિનીબેન શરદભાઇ, ઉષાબેન ચંદ્રકાન્તભાઇ અને હર્ષદા જયકુમારના ભાભી. તા. ૨૧-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૨-૨૩ના શનિવારે સવારના ૧૦થી ૧૧.૩૦. ઠે. લવન્ડર બાગ, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
નોંધણવદર નિવાસી (હાલ કલકતા-હૈદરાબાદ) સ્વ. કમળાબેન હેમચંદ મગનલાલ શાહના સુપુત્ર કિર્તીભાઈ (ઉં.વ. ૭૫) તે તરુલતાબેનના પતિ. તે ચિ. જય તથા દેવના પિતાશ્રી. તે કુબેરભાઈ, ભરતભાઈ, મહેશ, રંજનબેન ભરતકુમાર દોશીના ભાઈ. તે સ્વ. મુકતાબેનના દિયર. તે આશાબેન, કોશાબેનના જેઠ તા. ૨૨-૨-૨૩, બુધવારના હૈદરાબાદ મુકામે સ્વર્ગવાસ થયેલ છે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
ઝાલાવાડી વીશા શ્રીમાળી જૈન
વઢવાણ હાલ ઘાટકોપર સ્વ. ડૉ. વાડીલાલ કમળશી શાહના પુત્ર હરેન્દ્રભાઈ શાહ (ઉં.વ. ૮૬) તા. ૨૨-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે વાસંતીબેનના પતિ. અશ્ર્વીન તથા બીનાના પિતા. રુચિ તથા ચિરાગભાઈના સસરા. રાહીલ, ક્રિશના દાદા-નાના. ઉર્મીલાબેન કિર્તીકુમાર દોશી, સરલાબેન કિશોરચંદ્ર દોશીના ભાઈ. સસરાપક્ષે સ્વ. ભગવાનદાસ પારેખના જમાઈ. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular