જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
ચુડા નિવાસી હાલ મુલુંડ ગં. સ્વ. મંજુલાબેન બાવીસી (ઉં. વ. ૮૬) તે સ્વ. મહેન્દ્રભાઈ શાંતિલાલ બાવીસીના ધર્મપત્ની. તે ભાવેશભાઈ (પીન્ટુ), અલકા રમેશકુમાર, ભાવના અજયકુમાર, નયના અતુલકુમાર અને હિના બીજલકુમારના માતુશ્રી. તે અ. સૌ. હેમાલી ભાવેશભાઈના સાસુ. તે ક્રિશા અને સાક્ષીના દાદી. પિયર પક્ષે સ્વ. ન્યાલચંદ બાવલચંદ વોરાની દીકરી તા. ૨૦-૨-૨૩ સોમવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી જૈન
કલકત્તા નિવાસી, હાલ કેલિફોર્નિયા, રમાબહેન (ઉં. વ. ૮૭), તે પરમાનંદ મોહનલાલ મહેતા (મૂળ રાજકોટ)ના પત્ની. જેતપુર નિવાસી સ્વ. રેવાશંકર બાવીસીના પુત્રી. હરિન, સુનીલ તથા બીનાના માતા. સરુ તથા શીલાના સાસુ. નેહા, શ્રુતિ તથા તેજના દાદી. તેમ જ વીરના પરદાદી શુક્રવાર તા. ૧૭-૨-૨૩ના રોજ કેલિફોર્નિયામાં અરિહંતશરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની ખાખરના તલકશી કેશવજી દેઢિયા (ઉં.વ. ૮૨), તા. ૧૯/૨/૨૩ના અવસાન પામેલ છે. સ્વ. ઝવેરબેનના પતિ. કેશરબેન કેશવજી વીરજીના પુત્ર. નીલેશ, નીલમ, વાસંતી, અસ્મીતા, જિતેન્દ્રના પિતા. ધીરજ, પ્રવીણ, હેમલતા, તારા, પ્રભાના ભાઈ. કાંડાગરા સતુબેન કુંવરજી પાસુના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નીલેશ દેઢિયા, ૯૦૩ માનસી આદિ. રેસીડેન્સી, રોડ નં.૩, જવાહર નગર, ગોરેગામ (વે.).
લાયજાના કલ્યાણજી હંસરાજ દેવરાજ ગડા (ઉં.વ. ૭૭) તા. ૨૦-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. નાથબાઇ હંસરાજના પુત્ર. અમૃતના પતિ. વિરેન અને જયશ્રીના પિતા. સ્વ. કેશવજીના ભાઇ. ભીંસરાના ગંગાબાઇ શીવજી વેલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: વિરેન ગડા, એ-૫૦૧, સુહાસ મોદી, એસઆરએ, ઈસ્ટ વેસ્ટ ફ્લાય ઓવરની બાજુમાં, કાંદીવલી (ઇસ્ટ).
બિદડા (મઠ ફરીયો)ના મણીબેન ગાંગજી અજાણી/પોલડીયા (ઉં.વ. ૭૯), તા. ૨૦-૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. ભાણબાઇ મોનજી ગોસર અજાણીના પુત્રવધૂ. સ્વ. ગાંગજીના ધર્મપત્ની. અશોકના માતુશ્રી. દેશલપરના સુંદરબેન આસુ ઉમરશીના દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અશોક ગાંગજી, સી-૦૬, એમ.આર.સી.સી. પાર્ક, આંબાવાડી, શાદી ડોટ કોમની પાસે, નાલાસોપારા (ઇસ્ટ).
બિદડા (ઓતરા ફરીયા)ના માતુશ્રી ગંગાબાઇ હીરજી ફુરીયા (ઉં.વ. ૯૦) તા. ૧૯-૨-૨૩ના દેશમાં અવસાન પામ્યા છે. હીરજી કેશવજીના ધર્મપત્ની. નાનજી, ભવાનજી, હેમલતા, રમીલાના માતુશ્રી. નવાવાસના હીરજી મોનજી ગંગર, બિદડાના પરમાબેન ઠાકરશી જેસંગ મારૂના દીકરી. પૂ. સુવર્ણલતાબાઇ મ.સા.ના સંસારી બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગંગાબાઇ હીરજી ફુરીયા, ઓતરો ફરીયો, બિદડા-કચ્છ. ૩૭૦૪૬૫.
સાડાઉના કસ્તુરબેન નાનજી ગાલા/મંગરાઈ (ઉં.વ. ૮૩) તા. ૨૦/૨/૨૩ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. નાનબાઈ રામજીના પુત્રવધૂ. પ્રફુલ, જયેશના માતુશ્રી. રતાડીયા-ગણેશવાલાના સ્વ. વેલબાઈ વેલજી વિસરીયાના સુપુત્રી. સ્વ. વીરજી, મોખાના સ્વ. મુલબાઈના બહેન. પ્રા. શ્રી. વ.સ્થા. જૈન શ્રા.સં. સ. કરસન લધુ નિસર હોલ, દાદર-વેસ્ટ. ટા. ૨ થી ૩.૩૦. નિ. પ્રફુલ નાનજી ગાલા: એ-૬૦૨, અંબાજી દર્શન, નેશનલ સ્કૂલ રોડ, ભાંડુપ (વેસ્ટ).
નાગલપુરના શ્રી મહેન્દ્ર કલ્યાણજી રાંભિયા (ઉં.વ. ૭૦) તા. ૨૦-૨-૨૩ના અવસાન પામેલ છે. પુષ્પાબેન કલ્યાણજીના પુત્ર. કુસુમબેન (કસ્તુર)ના પતિ. હેરિન, પરીતાના પિતાશ્રી. સુરેન્દ્ર, હીનાના ભાઇ. બાડાના કુંવરબેન વેલજીના જમાઇ. પ્રાર્થના: સાંજે ૪ થી ૫.૩૦. સ્થળ: શ્રી વેલજી લખમશી નપ્પુ હોલ, માટુંગા (સે.રે.). નિ. મહેન્દ્ર રાંભિયા, ૨૦/૧૩, હેપી કોટેજ, તલવરકર જીમ તથા સહકાર નગરની સામે, શીવરી વડાલા ક્રોસ રોડ, વડાલા.
વિઢના શ્રી કેશવજી રતનશી ગોસર (ઉં.વ. ૮૬) તા. ૨૦-૨-૨૩ના અવસાન પામેલ છે. નાનબાઇ રતનશીના પુત્ર. ઝવેરબેન/ધનવંતીબેનના પતિ. ભુપેન્દ્ર, દક્ષા, પ્રિતી, ઇંદુના પિતા. દેવચંદ, લક્ષ્મીબેન, ઝવેરબેન, જયાબેન, કસ્તુરબેનના ભાઇ. હાલાપુર પાનબાઇ વીરજી/ઉનડોઠ લક્ષ્મીબેન માવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભૂપેન્દ્ર ગોસર, ૯૦૨-૯૦૩, નીલકંઠ રીજંટ રીગાલીયા બિલ્ડીંગ, આર.એન. નારકર માર્ગ, પંતનગર ચોક, ઘાટકોપર (ઈ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધારી નિવાસી હાલ બોરીવલી સ્વ. સુંદરજી મુળજી દોશીના પૌત્ર, સ્વ. રમેશચંદ્ર બાબુલાલ દોશીના ધર્મપત્ની ગુણવંતીબેન (ઉં.વ. ૭૭) તે ૧૮/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અજય, ભાવેશ, મીનાના માતુશ્રી. સ્વ. ગુલાબબેન વિનોદરાય, ગુણીબેન હિંમતલાલના ભાભી. તેજલ, પાયલ, સ્વ. વિક્રમકુમાર સંઘવીના સાસુ. ખાંભા નિવાસી હાલ મુંબઈ ફિફાદરા પ્રાણલાલ ભાઈ, સ્વ. અમરતલાલ, સ્વ. રસિકભાઈ, સ્વ. છોટાલાલ, સ્વ. લલિતભાઈ, પ્રવિણભાઈ, પુષ્પાબેન ચંદ્રકાન્ત મહેતા, કોકિલા શરદકુમાર વોરાના બહેન. તેમની પ્રાર્થનાસભા ૨૩/૨/૨૩ના ૧૦ થી ૧૨ વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય, એસ. વી. રોડ, પારેખ લેન, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી કચ્છી ગુર્જર જૈન
કચ્છ માંડવી (હાલે ચેમ્બુર) નિવાસી શ્રી દિનેશભાઈ મોહનલાલ મુલજી શાહ (ઉં.વ. ૯૧) શુક્રવાર, તા. ૧૭/૨/૨૩ના સ્વર્ગવાસી થયેલ છે. તે મંજુલાબેનના પતિ. મયંકભાઇ, ડૉ. જીનેશભાઈ, નિશાબેનના પિતા. વિપુલાબેન, સોનલબેન, વિપુલભાઈના સસરા. ઉદિતી, આશનાં, સાક્ષી, કૈરવના દાદા-નાના. રંજનબેન વિનોદચંદ્ર, સ્વ. ડૉ. નવીનભાઈ, સ્વ. મંજુલાબેન નિરંજન શાહ, તિલોત્તમાબેન મહેન્દ્રભાઈ સંઘવી, પૂર્ણિમાબેન, જયેશભાઈના વડીલ બંધુ. ભૂજના અમૃતબેન જાદવજી શાહના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
માણસા હાલ મુંબઈ સ્વ. ભોગીલાલ શાહના પુત્ર નવીનચંદ્ર (ઉં. વ. ૭૯) તે સ્વ. પદમાબેનના પતિ. ભાવેશ, સ્વ. સંગીતા અને જિજ્ઞાના પિતાશ્રી. પિયુષ તથા ફાલ્ગુનીના શ્ર્વસુર. સ્વ. પ્રવિણા ભગવતી કુસુમ મંજુલા ભારતી અને હર્ષાના ભાઈ. આદિત્ય વત્સલના દાદા. ભવ્યના નાના ૨૦-૨-૨૩ને સોમવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી સ્થા. જૈન
લાઠીના હાલ ઘાટકોપર ગં. સ્વ. જયાબેન ભાયાણી (ઉં. વ. ૮૮) તે સ્વ. અનંતરાય ચુનીલાલ ભાયાણીના ધર્મપત્ની. તે સ્વ. ભાનુમતીબેન ધીરજલાલ ભાયાણાના દેરાણી. તે સ્વ. કોકીલાબેન રતિલાલ ઝાટકીયાના ભાભી. તે યોગેશભાઈ, અતુલભાઈ, અલકાબેન, રૂપારેલના માતુશ્રી. તે હર્ષાબેન, દક્ષાબેન, મુકેશકુમાર, જ્યદીપકુમારનાં સાસુ. તે ઉમરાળા નિવાસી બાબુલાલ તારાચંદ શાહના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૩-૨-૨૩, ગુરુવારના ૪.૩૦ થી ૬.૩૦. ઠે. ત્રીધા બેન્કવેટસ હોલ, ૯૦ ફુટ રોડ, ગારોડીયા નગર, સ્વામીનારાયણ મંદીરની ઉપર, મુંબઈ-૭૭.
માંગરોળ જૈન
દશા શ્રીમાળી માંગરોળના હાલ દહીંસર અ. સૌ. બિંજલ (ઉં. વ. ૩૧) તે પારસ પારેખના ધર્મપત્ની. તે દિવ્યેશભાઈ દલુભાઈ પારેખ તથા અ. સૌ. દિપીકાબેનની પુત્રવધૂ. તે જેતપુર નિવાસી હાલ ભાયંદર અ. સૌ. દક્ષાબેન શૈલેશભાઈ દિલીપભાઈ દોશીના પુત્રી. તે કુ. અમીબેનના બહેન ૧૫-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૩-૨-૨૩, ગુરુવારના સવારે ૧૦ થી ૧૨. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, બોરીવલી (વે).