જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

સ્વ. મુલચંદભાઈ મણિલાલ શેઠ તથા સ્વ. રેવાબેન શેઠના સુપુત્ર કિશોરભાઈ (ઉં.વ. ૭૦) તે રશ્મિબેનના જીવનસાથી. કલકતા નિવાસી વિનોદભાઈ બોઘાણીના જમાઈ. ચારૂબેન. અશોકભાઈના સાઢુભાઈ. પ્રિતેશભાઈ, તૃપ્તિબેનના પિતા. વિપુલભાઈ, સ્વ. ધીરેનભાઈ, દિનેશભાઇ, ચંદનાબેન કિશોરકુમાર મહેતા, જયશ્રીબેન સુધીરકુમાર ગાંધીના વડીલ બંધુ. તા. ૩/૭/૨૨ને રવિવારના રોજ મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સ્થળ: સ્વામી નારાયણ મંદિર (બાપ્સ), સેક્ટર ૧૦ શાંતિનગર, મીરા રોડ (પૂર્વ). તા. ૭/૭/૨૨ ગુરૂવાર સમય ૯.૩૦ કલાકે.
દશા શ્રીમાળી જૈન
અનિલ સાકરલાલ શાહ, સ્વ. સાકરલાલ રતનજી તથા સ્વ. જયાબેનના સુપુત્ર. ધર્મેશ તથા મોનીષના પિતાજી. મોના ધર્મેશના સસરાજી. સ્વ. અરુણ, સ્વ. કીરીટ અને સીકીના ભાઈ. જામનગરનિવાસી સ્વ. વાડીલાલ ગોકળદાસ શાહના જમાઈ તા. ૫-૭-૨૨ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૭-૭-૨૨ ગુરુવારના સાંજે ૪થી ૫.૩૦ વાગ્યે ભારતીય વિદ્યા ભવન્સ, કે.એમ. મુનશી માર્ગ, ભવન્સ કૉલેજની બાજુમાં ચોપાટી ખાતે રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
મોરબી હાલ માટુંગા, સરોજબેન હસમુખભાઈ પારેખ (ઉં.વ. ૮૭) તા. ૫-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ડૉ. અભયના માતુશ્રી. મમતાના સાસુ. બંદિશ અને પલ્લવીના દાદી. તે પિયર પક્ષે ડૉ. રતિલાલ પાટડીયા તથા શાંતાબેનના સુપુત્રી. ડૉ. (સ્વ.) જ્યોતિબેન, (સ્વ.) વીણાબેન, (સ્વ.) સુરેખાબેન, અ.સૌ. સુરભીબેન, (સ્વ.) અરુણભાઈ, સ્વ. શરદભાઈના બેન. પ્રાર્થનાસભા:- રામ વાડી, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.). તા. ૭-૭-૨૨ના ગુરુવાર, ટાઈમ ૫.૩૦થી ૭.૦૦ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સામખીયારીના રાયચંદ છાડવા (ઉં.વ. ૫૯), પાલઘર મધ્યે તા. ૨-૭-૨૨, શનિવારના અવસાન પામેલ છે. ગં.સ્વ. ગંગાબેન પ્રેમજી ભીમશી છાડવાના સુપુત્ર. ચેતનાબેનના પતિ. યશ, નિધિ, રીચાના પિતાશ્રી. અમૃતભાઇ, શાંતિલાલ, અરૂણા, ભાવના, જીજ્ઞાના ભાઇ. ભચાઉના અ.સૌ. કાંતાબેન મુરજી ધનજી છેડાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૬-૭-૨૨, બુધવાર, બપોરે ૩.૦૦ થી ૪.૩૦. સ્થળ: યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈ), ઠે. રાયચંદ શાહ, સુંદરમ બંગલો, વૃંદાવન બિલ્ડીંગની બાજુમાં, લોકમાન્ય નગર, કચેરી રોડ, પાલઘર (વે) .
લાકડીયાના લક્ષ્મીબેન હરખચંદ નીસર (ઉં.વ. ૭૯) તા. ૪-૭-૨૨ના અવસાન પામેલ છે. લીલાબેન વાલજી ખીમજી નિસરના પુત્રવધૂ. તે નિતીન, પ્રફુલ, સ્વ. ભરત, નયના, યોગીનીના માતુશ્રી. ગામ નાનીખાખરના દેવકાબેન દેવજી ગેલા સાલીયાના દીકરી. જેતબાઇ વલ્લભજી દેઢીઆ, કેસરબેન શાંતિલાલ ગાલાના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રફુલ નીસર, કબા ભરવાડ ચાલ, ડી.સી.બી. બેેંકની બાજુમાં, એસ.વી. રોડ, દહિંસર (ઇસ્ટ), ૬૮.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
પોરબંદર, હાલ કાંદિવલી કિરીટ ભણસાલી (ઉં.વ. ૭૩) તા. ૪/૭/૨૨ (સોમવાર)ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પુષ્પાબેન તથા સ્વ. કાંતિલાલ ઝવેરચંદ ભણસાલીના પુત્ર. શ્રીમતી જ્યોતિબેનના પતિ. શરદ, ગીતા મહેશ શેઠ, ધીમંત, કાશ્મીરા મનોજ બ્રોકરના ભાઈ. ખ્યાતિ તેજસ દોશી, માનસી વિશાલ ડેલીવાલાના પિતા. શ્ર્વસુર પક્ષે સ્વ. રસીલાબેન, સ્વ. મનહરલાલ વાડીલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
પોરબંદર, હાલ મલાડ (મુંબઈ) શૈલેષ રસિકલાલ ભાઈચંદ શાહના ધર્મપત્ની શ્રીમતી નયનાબેન શૈલેષ શાહ (ઉં.વ. ૬૧) તા. ૪/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઇન્દુમતી રસિકલાલ શાહના પુત્રવધૂ. તે સાગર, તૃષા કરણ શાહના માતુશ્રી. તે સુશીલા મંગેશ સૂર્યજીની સુપુત્રી. ઈલા સુકિર્તી પારેખના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.