જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
કુંદરોડીના અલ્પા કિરણ મામણીયાની સુપુત્રી નેહા (ઉં.વ. ૨૯), તા. ૯-૨-૨૩ના અવસાન પામેલ છે. રીટાબેન ભરતના પુત્રવધૂ. રાજેશના પત્ની. હીતાર્થના માતુશ્રી. ભોરારાના ખ્યાતિ હાર્દિક દેઢીયાની બહેન. પ્રાર્થના રાખેલ નથી. કુટુંબીજનો કચ્છમાં હોવાથી ઘરે આવવાની તસ્દી લેવી નહીં. એડ્રેસ: કિરણ મામણીયા, ૨૦૩, ઓમ સુદામા ગોલ્ડ, પાથર્લી રોડ, સરોવર બારની સામે, ગોગ્રાસવાડી, ડોંબીવલી (ઇસ્ટ).
ભોજાયના શ્રીમતી જયશ્રી ભરત નાગડા (ઉં.વ. ૫૬) તા. ૯-૨-૨૩ના અવસાન પામેલ છે. કેસરબેન કેશવજીના પુત્રવધૂ. સ્વ. ભરતના પત્ની. રિમ્પલ, સીએ શ્ર્વેતાના મમ્મી. બાડાના નાનબાઇ કુંવરજીના સુપુત્રી. હિતેન, મયુર, કંચન, પ્રેમિલા, ગીતાના બેન. પ્રાર્થના રાખેલ નથી. કોઇએ ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ફોન આવકાર્ય. નિ.: ભરત નાગડા, ૩૦૪ ત્રિશુલ બિલ્ડિંગ, શિવધામ કોમ્પ્લેક્સ, શિવમંદિર રોડ, અંબરનાથ (પૂર્વ).
ભુજપુરના નરેશ ગોગરી (ઉં.વ. ૫૯), ગુરૂવાર, તા. ૯-૨-૨૩ના ડોંબીવલી મધ્યે અવસાન પામ્યા છે. ધનવંતી જેઠાલાલ વેરશી ગોગરીના સુપુત્ર. ખીમઇબેન વેરશી નરશીના પૌત્ર. મધુરી, જયવંતી, મહેન્દ્ર, મુકેશ, હીતેન્દ્રના ભાઇ. ભુજપુરના હધુ તેજુના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. મહેન્દ્ર ગોગરી-વિરાજ (સાવરકુંડલા) એપાર્ટમેન્ટ, ૩૦૩ ત્રીજે માળે, મઢવી બંગલાની બાજુમાં, રાજાજી રોડ, ડોંબીવલી (ઇસ્ટ).
બિદડા હાલ નવાવાસના પ્રવિણચંદ્ર સાવલા (ઉં.વ. ૭૧) ૮-૨ના દેશમાં અવસાન પામેલ છે. માતુશ્રી મોંઘીબેન જાદવજીના પુત્ર. પ્રવિણાના પતિ. કાજલ ધીરેન, હીના ગીરીશ, વિરલના પિતા. હરખચંદ, હસમુખ, ડેપા જયાબેન કલ્યાણજી, માપર ભારતી લક્ષ્મીચંદના ભાઇ. હીરાવંતી/ઇંદીરા લક્ષ્મીચંદના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. વિરલ સાવલા, ૫૦૨, કલાનિધિ, ઠાકુર નગર, મુલુંડ (ઇ.).
ગઢશીશાના અ.સૌ. કેસરબેન ધનજી દેઢિયા (ઉં.વ. ૭૪)નો તા. ૮-૨-૨૩ના રોજ ૩૪મા ઉપવાસે સંથારો સીઝેલ છે. મુલબાઇ ધારશીના પુત્રવધૂ. ધનજીના પત્ની. ધીરેન, જીગ્નેશ, આશા, ફાલ્ગુનીના માતુશ્રી. દેવપુરના લીલબાઇ હીરજીના પુત્રી. રામજી, લક્ષ્મીચંદ, તલકશી, મણી, ગંગા, મંજુલા, મધુબાલા, માલતીના બેન. ગુણાનુવાદ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રા.સં.સં. શ્રી કરસન લધુભાઇ નિસર હોલ, દાદર (વે). બપોરે ૨ થી ૩.૩૦. નિ. ધનજી દેઢિયા, જે ૫૦૩/૧૧ નીલમ નગર – ફેસ ૨, મુલુંડ (ઇ).
રાયણ હાલે શેરડીના લક્ષ્મીચંદ નંદુ (ઉં.વ. ૭૭) તા. ૧-૨-૨૩ના દેશમાં અવસાન પામ્યા છે. ઉમરબાઇ કુરપાર તેજશી નંદુના સુપુત્ર. તારાબેન (નાથબાઇ)ના પતિ. પંકજના પિતા. સ્વ. હરખચંદ, વેણીલાલ ભરત, પ્રભાબેન, ગુણવંતી, જશવંતી, સ્વ. રતનાના ભાઇ. શેરડી ભાણબાઇ તેજશી ભીમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વેણીલાલ નંદુ, છેલ્લી શેરી, રાયણ-૩૭૦૪૬૫.
રાયણ જબલપુર/ભાંડુપના ખેતશી લાલજી છેડા (ઉં.વ. ૯૨), તા. ૮-૨-૨૩ના અવસાન પામ્યા છે. સ્વ. ગંગાબેનના પતિ. ભાણબાઇ લાલજીના પુત્ર. રમેશ, સ્વ. દિપક, નાના ભાડીયા હેમલતા ચુનીલાલ, ગુંદાલા રંજન લક્ષ્મીચંદના પિતા. સ્વ. દેવજી, સ્વ. શામજી, સ્વ. દેવકાબેન કેશવજીના ભાઇ. મેરાઉ પાનબાઇ રામજી સોજપારના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. તરૂલતા છેડા, એ/૧૮૦૩, સમૃધ્ધિ ગાર્ડન, અશોકા ટાવર, એલ.બી.એસ. રોડ, ભાંડુપ (વે.).
શેરડીના માવજી ખેરાજ દેઢિયા (ઉં.વ. ૯૬), તા. ૮/૨ના દેશમાં અવસાન પામેલ છે. રાજબાઈ ખેરાજના પુત્ર. લીલબાઈ/કેશરબાઈના પતિ. શાંતિલાલ, કાંતિલાલ, હિતેશ, હરીશ, તારા, મધુરી, મંજુલાના પિતા. ભોજાય કેશરબાઈ હરશી, દેવપુર મેઘબાઈ નાનજી, મકડા આશબાઈ મુરજી, ગઢશીશા લક્ષ્મીબાઈ /ગંગાબાઈ સોજપારના ભાઈ. મોટા રતડિયાના દેવકાંબાઇ ડુંગરશી / દેવપૂર મેઘબાઈ પાલણના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હિતેશ માવજી, ૭, રિધ્ધી સિધ્ધિ એપાર્ટમેંટ, મુલુંડ (ઈ.).
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોટી મોણપરી નિવાસી હાલ દહિસર સ્વ. વ્રજકુંવરબેન શામળજી પારેખના પુત્ર હખમીચંદ (ઉં.વ. ૮૨) તે સ્વ. લીલાધરભાઇ, સ્વ. પન્નાલાલભાઈ, સ્વ. શાંતાબેન તથા સ્વ. જયાબેન અંદરજી મીઠાણીના ભાઈ. સ્વ. કમલાબેનના પતિ. રાજુ, પાયલ, હિતેશના પિતા. પિન્કીના સસરા. ૭/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
જર નિવાસી હાલ પ્રભાદેવી નમ્રતા તથા જતીન રજનીકાંત સંઘરાજકા (શાહ)ના પુત્ર નમન (ઉં.વ. ૧૩) તે જયશ્રીબેન તથા રજનીકાંત મોહનલાલ સંઘરાજકા (શાહ)ના પૌત્ર. જલ્પા તથા અમિત રજનીકાંત સંઘરાજકાના ભત્રીજા. નયના તથા પ્રકાશભાઈ લીલાધર પીપલીયાના દોહિત્ર. અમન અમિત સંઘરાજકાના નાનાભાઈ, ૮/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
બોટાદ નિવાસી હાલ સાયન સ્વ. રતિલાલ જગજીવનદાસ બગડિયાના પુત્ર સ્વ. સૂર્યકાન્તના ધર્મપત્ની સરલાબેન (ઉં.વ. ૮૫) તે ૮/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નીના ભૂપેશ મહેતા, રૂપલ નિહાલ શાહના માતા. સ્વ. ઈન્દુભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. પ્રભાબેન, શશીબેનના બહેન. સ્વ. રસિકલાલ બગડિયા, સ્વ. લીલાબેન ચીમનલાલ શાહ તથા સ્વ. બટુકભાઈ મનહરલાલ તથા સ્વ. સુરેશભાઈના ભાભી.
વિસા ઓસવાલ જૈન
વાંકાનેરનિવાસી હાલ વિલેપાર્લે – મુંબઈ સ્વ. શાંતિલાલ ચુનીલાલ શાહના પુત્ર શ્રી. વિજયકુમાર શાંતિલાલ શાહ (ઉં.વ. ૬૪) તે ગીરાબેનના પતિ. ગૌરવ-વિધીના પિતાશ્રી. રવિના -સાગરના સસરા. મીરા-નંદિનીના નાના તા. ૮-૨-૨૩ બુધવારના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૨-૨૩ના સોમવારના બપોરે ૩.૦૦ થી ૫.૦૦ જલારામ હોલ, એન. એસ. રોડ નં -૬, હાટકેષ સોસાયટી, જેવીપીડી સ્કીમ, વિલેપાર્લે-વેસ્ટ.
પાટણ જૈન
પાટણ ઝવેરી વાડો, સ્વ. શારદાબેન અંબાલાલ ચીમનલાલ ચોક્સીના સુપુત્ર દિપકભાઈ (ઉં.વ. ૭૨), તે કિરણબેન, ઉષાબેન અને અશોકભાઈના ભાઈ. હિનાબેનના દિયર. નવનીતભાઈના સાળા. પ્રાચી-કાર્તિકભાઈના કાકા, ૯-૨-૨૩ની સવારે અવસાન પામેલ છે.
દિગંબર જૈન
જુહૂ નિવાસી દુલારીબેન જગદીશ શાહ (ઉ. વ. ૭૮) તે સ્વ. ગોરધનદાસ ભાઇના પુત્રવધૂ. સ્વ. જગદીશભાઇના પત્ની. સ્વ. નીલય, સ્વ. ચારૂલના માતુશ્રી. સરલાબેન, ઇંદુબેન તથા સ્વ. દિનેશભાઇના ભાભી. હરેન્દ્ર-હર્ષા, રાજેન્દ્ર-શીલ્પા, પંકજ-નીરૂ, શૈલેષ-રાજુલના મોટાબહેન. શુક્રવાર, તા. ૧૦-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વી. ઓ. જૈન
ગામ આધોઇના સ્વ. હસમુખ દેવશી સાવલાના (ઉં. વ. ૫૫) તા. ૯-૨-૨૩ના ગુરુવારના મુંબઇમાં અવસાન પામેલ છે. સ્વ.જેતીબેન દેવશી સાવલાના સુપૌત્ર. સ્વ. નાંગલબેન વિરજી સાવલાના સુપુત્ર. ભારતીના પતિ. ચાર્મી, દ્રષ્ટિના પિતા. સ્વ. જવેરબેન નાનજી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કાકા પાટીલ ચાલ, વિક્રોલી વિલેજ-ઇસ્ટ.
વાગડ વી. ઓ. જૈન
ગામ નૂતન ત્રંબોના સ્વ. બિપીન વસનજી વિસરીયા (ઉં. વ. ૪૨) તા. ૯-૨-૨૩ના મુંંબઇ મધે અવસાન પામેલ છે. સ્વ. કંકુબેન સાંઇયા રવજી વિસરીયાના પૌત્ર. સ્વ. કસ્તુરબેન વસનજીના સુપુત્ર. પૂજાના પતિ. કવીરના પિતા. રાજેશ, વિનોદના ભાઇ. લતાબેન રાજુ પવારના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.