Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

દશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂ. પૂ. જૈન
મીનાબેન (મીરાં) (ઉં. વ. ૮૨) કાંદિવલી સૂર્યવદન ઠાકોરદાસ ઝવેરીના ધર્મપત્ની. ચંદ્રકલા પ્રવીણચંદ્રના પુત્રી. બિમલ, વિરલ, મેહુલના માતુશ્રી. નૈનીતા, શાલિની, શેફાલીના સાસુમા. દક્ષાના બહેન. રોહન, કરણ, નીલ, ઋષિલ, કૃતિના દાદી. નયોનિકા અને સૌમીલના દાદી સાસુ. તા. ૮-૨-૨૩ના સદ્ગત થયા છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૦-૨-૨૩ના ઠઠ્ઠાઇ ભાટિયા હોલ નં. ૩, ૧લે માળે, કોર્નર ઓફ એસ. વી. રોડ, એન્ડ શંકરલેન, કાંદિવલી વેસ્ટ બપોરે ૩થી ૫.
સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ મુંબઈના સ્વ. કેશવલાલ કિરચંદ વોરાના પુત્ર હસમુખલાલ વોરા (ઉં.વ. ૭૬) તા. ૬-૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ ધારિણીબેનના પતિ અને ચિંતન હસમુખ વોરાના પિતા. જશવીકના દાદા. પાયલના ચિંતન વોરાના સસરા. સ્વ. કાંતિલાલ, જયલાલભાઈ, સ્વ. સુભદ્રાબેન પ્રાણલાલ દોશી, સ્વ. વિમળાબેન બાબુલાલ સંઘવી, હંસાબેન વિનોદરાય શાહના ભાઈ. બંને પક્ષની તા. ૧૦-૨-૨૩ના પ્રાર્થનાસભા ૪થી ૬ લોહાણા મહાજનવાડી, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કોટીયા નિવાસી હાલ મુલુંડ સ્વ. છગનલાલ ફુલચંદ દોશીના સુપુત્ર જયસુખલાલ (ઉં.વ. ૮૧) તા. ૮-૨-૨૩, બુધવારના અવસાન પામેલ છે. તે સ્વ. ઈન્દિરાબેનના પતિ. સ્વ. મહાસુખભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. હસુભાઈ, સ્વ. માનકુંવરબેન, સ્વ. જયાબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. રંજનબેન, સ્વ. વનિતાબેનના ભાઈ. જિગ્નેશ, શ્રેણિક, દીપકના પિતાશ્રી. પ્રતિક્ષા, નિરાલી, તન્વીના સસરા. શ્ર્વસુર પક્ષે દેવગામવાળા (સોરઠ) હેમચંદ ડુંગરશી પુનાતરના જમાઈ. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
વાગડ વિ. ઓ. જૈન
ગામ કકરવાના છગનલાલ માલશી કારીઆ (ઉં. વ. ૭૦) તા. ૬-૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. ભાવલબેન માલશી કરમણ કારીઆના સુપુત્ર. સ્વ. અમૃતબેનના પતિ. કેતન, દર્શના, ભાવિની, નિમેશના પિતા. કીર્તિ, જીનેશ, હિતેશ, વૈભવીના સસરા. રિયા, દિયા, શિવાયના દાદા. વંશી, ટ્વિશા, ધિયાનાના નાના. મનફરાના સ્વ. લક્ષ્મીબેન ઉગમશી ખીમજી ગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.
વાગડ વિ. ઓ. જૈન
ગામ પેથાપરના હાલ આધોઇના પ્રેમજી લખમશી છાડવાના ધર્મપત્ની વેજીબેન (ઉં. વ. ૮૦) તા. ૨૯-૧-૨૩ના દેશમાં અવસાન પામેલ છે. નવલ, સ્વ. રતના, ગાંગજી, જવેર, લીલા, શાંતિ, જયશ્રીના માતુશ્રી. સ્વ. જીવરાજ, સ્વ. રામજી, સ્વ. નયના, લીના, મહેન્દ્ર, કાંતિલાલ, ધનજી શાંતિલાલના સાસુ. ભરત, અંકિતા, ચિરાગ, અનિષાના દાદી. આધોઇના વિશાબેન ડુડા પૂજા શાહની દીકરી. પ્રાર્થના રાખેલ નથી.
દશા શ્રીમાળી જૈન
સુલતાનપુર હાલ મલાડ શાંતિલાલ કપૂરચંદ ઉદાણીના સુપુત્ર ચિ. મધુસુદન (ઉં. વ. ૭૬) તે હિનાબેન (હંસાબેન)ના પતિ. મનસુખલાલ મગનલાલ વોરાના જમાઇ. દેવાંગ, જયેશના પિતા. જીનલ, શિવાનીના સસરા. સોહમ, રિધાનના દાદા. તા. ૯-૨-૨૩ના સ્વર્ગવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના અમૃતલાલ લખમશી દેઢીયા (હાપાણી) (ઉં. વ. ૮૪) તા. ૮-૨ના અવસાન પામેલ છે. માતુશ્રી લીલબાઇ લખમશી ખીમજીના સુપુત્ર. સુશીલાના પતિ. મનોજ, ભાવનાના પિતા. વિજયાબેન, દિવાળીબેન, મુલચંદ, જેઠાલાલ, ધનસુખ, કાંતીના ભાઇ. બિદડા દેવકાબેન કુંવરજી ભીમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મનોજ દેઢીયા, ૫૦૫, નંદ કુંવર, ફેક્ટરી લેન, બોરીવલી (વેસ્ટ), મું.નં. ૯૨.
નવાવાસના નરેશ ગાલા (ઉં. વ. ૫૧) તા. ૬-૨-૨૩ સોમવારના અવસાન પામેલ છે. દમયંતીબેન ગાંગજી ગાલાના સુપુત્ર. કોકીલાના પતિ. શીતલ, ભવ્યના પિતાશ્રી. વાસાવરના મધુબેન નંદલાલ આજુગીયાના જમાઇ. મીના, રાજેન્દ્ર (રાજુ)ના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠેકાણું : ભવ્ય નરેશ ગાલા, સાઇ દર્શન, એન.એક્સ. ૫/૫૦૫, પી એન્ડ ટી કોલોની, ડોંબીવલી (ઇ.) ૪૨૧૨૦૧.
વિઢના કેસરબેન પ્રેમજી ગોસર (ઉં. વ. ૮૭) તા. ૬.૨.૨૩ના અવસાન પામ્યા છે. પ્રેમજી લખમશીના ધર્મપત્ની. વેજબાઈ લખમશી દેવશીના પુત્રવધૂ. સતિષ, હેમંત, દીપક, પ્રજ્ઞા, કલ્પનાના માતુશ્રી. નારાણપુર વેજબાઈ મેઘજી વેલજીના પુત્રી. નેમજી, દેઢીઆના લક્ષ્મીબેન મેઘજી ધનજી, ડુમરા હેમલતા જયંતિલાલ જીવરાજ, બિદડા ગુણવંતી પ્રવિણ હંસરાજના બેન. પ્રા. પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વે). ટા. ૩.૩૦ થી પ. નિ. દીપક ગોસર : ૪, નીલકંઠ કૃપા, ૬૦ ફીટ રોડ, ઘાટકોપર-ઈ, મુંબઈ-૭૭.
જામનગર હાલારી વિશા શ્રીમાળી જૈન
જામનગર હાલ થાણાના રાજેશભાઇ (ઉં. વ. ૬૦) પ્રાણલાલ સંઘવી તા. ૮-૨-૨૩ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે જુગ્નાબેનના પતિ. પ્રતિક, દિશાના પિતાજી. રંગોલી, નેહુલના સસરા. હિનાબેન તથા નરેશભાઇના મોટાભાઇ. પ્રાણલાલ વિઠલજી સંઘવીના પુત્ર. મુલચંદ રૂપશી લોડાયાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૨-૨૩ના શુક્રવારના ૩થી ૪.૩૦. ઠે. શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ તીર્થધામ, કાસરવડવલી ઘોડબંદર રોડ, થાણા (વેસ્ટ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular