જૈન મરણ
વિજાપુર વિશા ઓશવાળ જૈન
કાંદિવલી વેસ્ટ અ. સૌ. નીતાબેન શાહ (ઉં.વ. ૬૦) સોમવાર, તા. ૬-૨-૨૩ના અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. કાન્તાબેન ભુરાલાલ શાહના પુત્રવધૂ. જયેન્દ્રભાઈ ભુરાલાલ શાહના ધર્મપત્ની. વિરાજના માતુશ્રી. અ. સૌ. તોરલના સાસુ. જગદીશભાઈ ભુરાલાલ શાહ, જયોતિબેન નિકુંજકુમાર શાહના ભાભી. સ્વ. જુગલદાસ ચંપકલાલ મહેતા તેમજ સ્વ. ભાનુબેન સુરેશભાઈ મોદીના પુત્રી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૦-૨-૨૩ના ૫ થી ૭ લોહાણા મહાજન વાડી, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ હાલ ઘાટકોપર સ્વ. મંજુલાબેન પ્રાણલાલ દોશીના પુત્ર હરેશભાઈ દોશી (ઉં.વ. ૬૪) તે હેમાલીબેનના પતિ. તેજલ-બંદીશ, હીરલ, યેશા, તન્વીના પિતા. સ્વ. જયેશભાઈ, પરેશભાઈ, કલ્પેશભાઈ, ભાવેશભાઈના ભાઈ. સ્વ. કાંતિલાલ નંદલાલ સુતરીયાના જમાઈ તા. ૭-૨-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે).
સોરઠ વીસા શ્રીમાળી જૈન
થાણા દેવડી નિવાસી હાલ દહીંસર સ્વ. કાશીબેન હરિલાલ જીવરાજ મહેતાના પુત્રવધૂ તરૂલતાબેન (ઉં.વ. ૬૬), તેઓ સ્વ. કીરીટભાઈ મહેતાના ધર્મપત્ની. મંગળવાર, તા. ૭/૨/૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ જેતપુર નિવાસી સ્વ. કાન્તાબેન રમણિકલાલ ધારશી દોશીના દીકરી. તેઓ પરિન તથા સોનલના માતુશ્રી. તેઓ સ્વ. મહેન્દ્રભાઈ, ચંપકભાઈ, કમલેશભાઈ, સ્વ. ઈન્દુબેન, હર્ષાબેન, નયનાબેન અને ભાવનાબેનના ભાભી. તેઓ સ્વ. શશીકાંતભાઇ, સ્વ. ભરતભાઈ, કમલેશભાઇ, સ્વ. કુસુમબેન, સ્વ. હંસાબેન તથા સ્વ. ઉષાબેનના બેન. લૌકીક વ્યવહાર બંધ
રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ થોરીયારીના રાણીબેન વેલજી રીટા (ઉં.વ. ૬૦) તા. ૪-૨-૨૩, શનિવારે અવસાન પામેલ છે. તે સ્વ. કુંવરબેન રામજી લખમશી રીટાના પુત્રવધૂ. સ્વ. વેલજીના ધર્મપત્ની. વંશાના માતુશ્રી. બિપીન, નવલ, ચંપા, સંસારપક્ષે પૂ. નિર્મળદર્શનાશ્રીજી મ.સા.ના ભાભી.. ભાનુબેનના જેઠાણી. ગાગોદરના મોંઘીબેન ગેલા નરપાર છેડાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: ૩૦૧, માયા કુંજ, એમ. જી. રોડ, તિવારી હોસ્પિટલની બાજુમાં, ગોરેગામ વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના અ.સૌ. પ્રીતિ રાજેશ છેડા (ઉં.વ. ૪૮) તા. ૬-૨-૨૩ના મુંબઈમાં અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી નિર્મળા રતનશી ચુનીલાલના પુત્રવધૂ. ચિ. મીરના માતુશ્રી. નાના આસંબીયાના માતુશ્રી પ્રભાવતી ખીમજી વેલજી છેડાના પુત્રી. સચીનના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. રાજેશ છેડા, ૩ઈ/૯૩, કલ્પતરૂ ઓરા, આર સીટી મોલની સામે, ઘાટકોપર (વે).
ભોજાયના શ્રી ભરત કેશવજી નાગડા (ઉં.વ. ૫૭) તા. ૭-૨-૨૩ના અવસાન પામેલ છે. કેસરબેન કેશવજીના પુત્ર. જયશ્રીના પતિ. રિમ્પલ, સીએ શ્ર્વેતાના પિતા. મુલચંદ, ખુશાલ, માધુરી, લક્ષ્મી, જયા, હેમલતા, નીતાના ભાઇ. બાડાના નાનબાઇ કુંવરજીના જમાઇ. પ્રા.: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નિસર હોલ, દાદર. બપોરે ૪ થી ૫.૩૦. નિ.: ભરત નાગડા, ૩૦૪ ત્રિશુલ બિલ્ડિંગ, શિવધામ કોમ્પ્લેક્સ, શિવમંદિર રોડ, અંબરનાથ (પૂર્વ).
કોટડી મહાદેવપુરીના હીરબાઇ કાનજી દેઢિયા (ઉં.વ. ૮૫) તા. ૭-૨-૨૩ના અવસાન પામેલ છે. માતૃશ્રી ગંગાબાઇ ગોસર દેઢિયાના પુત્રવધૂ. સ્વ. કાનજીના ધર્મપત્ની. મુકેશ, અજયના માતુશ્રી. લાયજા રતનબાઇ જેઠાભાઈ છેડાના સુપુત્રી. સ્વ. મેઘજી, આણંદજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. અજય દેઢિયા, સી ૨૦૨, રાજેશ નગર, જેબી ખોટ સ્કૂલની બાજુમાં, સાઇબાબા નગર, બોરીવલી (વે).
મંજલ રે.ના ભાણબાઈ પાસુ ગોસર (ઉં.વ. ૯૩), ૪/૨ના દેશમાં અવસાન પામેલ છે. નાનબાઇ વિરજી ગેલાના પુત્રવધૂ. પાસુના પત્ની. નરેડી જેતબાઇ ધારશી પુંજા નાગડાના પુત્રી. કાંતિલાલ, લક્ષ્મીચંદ, પ્રેમજી, ધીરજ, પુષ્પા, કલાવંતીના માતા. ખારૂઆ લક્ષ્મીબેન ખીયશી, નારાણપુર મેઘબાઈ ચાંપશી, દેવપુર હીરબાઈ નાનજી, કોટડા રો. વેલબાઈ વેલજી, ગઢસીશા દેવકાબેન દામજી, સાભરાઈ રતનબેન દામજી, નરેડી વલ્લભજી ધારશી, વીંઝાણ બાઈંયાબાઈ લીલાધરના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. ભાણબાઈ પાસુ. મંજલ રે. ૩૭૦૪૯૦.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટીમાણા નિવાસી હાલ વસઈ પારેખ જશીબેન નરોતમદાસ વીરચંદના પુત્ર ઉમેદભાઈ તા. ૭-૨-૨૩ના મંગળવારે અવસાન પામેલ છે. તે રસીલાબેનના પતિ. સ્વ. હસુભાઈના મોટા ભાઈ. મેહુલ, ચિરાગ, દેવાંગ, વૈશાલીના પિતાશ્રી. જિનેશા, મોના, સેજલ, અભયકુમારના સસરા. દીયા, ચિરાયુ, લબ્ધી, મોક્ષના દાદા. ગુણવંતીબેન મનસુખલાલ સંઘવી, ઈન્દુબેન ચિમનલાલ શાહ, રેખાબેન ચંદ્રકાંતભાઈ દોશીના ભાઈ. તરસમીયાવાળા અંદરજી માણેકચંદના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: ઉમેદભાઈ નરોતમદાસ પારેખ, વિનોદ નિવાસ, પહેલા માળે, રૂમ નં. ૩, વીર સાવરકર નગર, નીયર (સીડીકેટ બેંક), વસઈ વેસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
થોરડીના વતની હાલ મુલુંડ સ્વ. વસંતબેન દ્વારકાદાસ મોહનલાલ સરવૈયાના પુત્ર સુરેશભાઈના ધર્મપત્ની અ. સૌ. જાગૃતિબેન (જયશ્રીબેન) તા. ૬-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રશાંત, અક્ષયના માતુશ્રી. અ. સૌ. કાજલ, મહેકના સાસુજી. બિપીનભાઈ, હંસાબેન કિશોરભાઈ, પન્નાબેન જયંતભાઈ, જયશ્રીબેન શરદભાઈ, પારૂલબેન પરેશભાઈના ભાભી. હલોલ નિવાસ હાલ મુંબઈ સ્વ. કમળાબેન વાડીલાલ, જગજીવનદાસ પારેખના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯-૨-૨૩, ગુરુવારના ૪.૩૦ થી ૬.૩૦. સ્થળ: પરમેશ્ર્વરી સેંટર, પહેલે માળે, ફેડેક્સની ઉપર, આશા નગર, મુલુંડ વેસ્ટ, નંદનવન ઈન્ડસ્ટ્રીયલ એરિયાની સામે.
ક . દ. ઓ. જૈન
ચાંપબાઈ પુનશી વેરશી વોરા ગામ રંગપુરના પુત્રવધૂ અને રાજબાઈ માણેકજી રતનશી ધુલ્લા ગામ દલતુંગીના સુપુત્રી નેણબાઈ ભવાનજી વોરા હાલ ડોમ્બીવલી (ઉં.વ. ૮૮) તા. ૩-૨-૨૩ ને શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. હીરેન, તેજના, પ્રીતિ, હેમાના માતા. રેખા, નલીન, નીતિન, વનરાજના સાસુ. સમીર, શ્ર્વેતાના દાદી. પ્રીતિ સમીરના દાદી સાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઘોઘારી વિશાશ્રી માળી જૈન
કુંભણનિવાસી હાલ-મુલુન્ડ સ્વ. મહેશ રતિલાલ શાહ તથા જાગૃતિબેનના પુત્રવધૂ પૂજા ધવલ શાહ (ઉં.વ. ૩૭) તા. ૭-૨-૨૩ના અવસાન પામેલ છે. તે કેયાંશ, કવિતના માતુશ્રી. રુચિતા કેનિલકુમાર હરેશકુમાર દોશી (મહુવાવાળા) ભાભી. તે કનુભાઈ, રાજુભાઈ, ઇન્દુભાઈ, સ્વ. જયાબેન, સ્વ. પદ્માબેન, સ્વ. આશાબેનના દીકરાના પુત્રવધૂ. પિયરપક્ષે નવીનચંદ્ર ખીમજીભાઈ નાગડા (તેરાવાળા)ની દીકરી. તે પ્રતિક અને લબ્ધીના બેન. બન્ને પક્ષની સાદડી ગુરુવાર, તા. ૯-૨-૨૩ ને એમના નિવાસસ્થાને રાખેલ છે. સમય ૪ થી ૮માં લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. રહેઠાણ: મહેશ રતિલાલ શાહ ગ્રાઉન્ડ ફલોર, સિલ્વર હાઈટસ, શાંતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે, તાંબેનગર, સરોજીની નાયડુ રોડ, મુલુન્ડ (વેસ્ટ).
વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
માણસા નિવાસી હાલ મુંબઈ સ્વ. મણિલાલ વાડીલાલના સુપુત્ર પ્રવીણભાઈ (ઉં.વ. ૮૮) તેઓ સ્વ. રમેશ, કુમુદ, રસિક, સ્વ. જસવંત, હર્ષદ, મંજુલા અને સ્વ. દર્શનાના ભાઈ તથા કંચન, હંસા, હર્ષિતા અને ભાવનાના જેઠ તા. ૮-૨-૨૩ને બુધવારના રોજ અરિહંતશરણ થયેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન
માણસા નિવાસી હાલ કાંદિવલી સ્વ. સેવંતીલાલ મણિલાલ શાહના ધર્મપત્ની સરસ્વતીબેન (નારંગીબેન) (ઉં.વ. ૮૪) તે ૮/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોતિકા, માલિની, પરેશ, સંગીતા તથા હિતેશના માતુશ્રી. મીતા, રૂપલ, સુનિલકુમાર, યોગેશકુમાર તથા જતીનકુમારના સાસુ. અમી, આગમ, ધર્મિલ, વિરતી, કવિષા, નીલ, યશ તથા નિકિશાના બા. કુમુદચંદ્ર કાંતિલાલ શાહ ગેરિતાના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૯/૨/૨૩ના સાંજે ૮ થી ૯.૩૦ કેવલ બાગ હોલ, પહેલે માળે, શંકર લેન સામે, કાંદિવલી ફલાઈ ઓવર નીચે, કાંદિવલી વેસ્ટ.
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ
ખાખરેચી નિવાસી હાલ દાદર, સ્વ. માણેકલાલ હુકમીચંદ સંઘવીના સુપુત્ર પ્રવીણચંદ્ર (ઉં.વ. ૮૩) તે હંસાબેનના પતિ. સચીન, સુરેખા સંજયભાઈ શાહ, દીના પરેશભાઈ દોશી તથા પ્રિતી ભાલેશભાઈ દોશીના પિતાશ્રી. બીજલના સસરા. કાન્તીભાઈ, મહેન્દ્રભાઈ, લલિતભાઈ, ચંદનબેન તથા ધ્રુવલતાબેનના ભાઈ. સાસરા પક્ષે સ્વ. માણેકલાલ અમૃતલાલ શાહના જમાઈ તા. ૮/૨/૨૩ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થના તા. ૧૦/૨/૨૩ શુક્રવારના ૩.૩૦ થી ૫ શ્રી લખમશી નપુ હોલ, ચંદાવરકર લેન, માટુંગા (ઈસ્ટ).