ઉત્તર પ્રદેશઃ કોઈ આરોપી જેલમાંથી છુટે એટલે તેને લેવા માટે તેના પરિવારજનોની ભીડ જોવા મળે છે, તો કોઈ ગુંડાને જ્યારે જામીન મળે ત્યારે તેના ગેન્ગના સભ્યો તેને લેવા માટે આવે છે, પણ આજે આપણે અહીં વાત કરી રહ્યા છીએ એ કેસમાં તો જેલમાંથી છુટેલા 98 વર્ષના વ્યક્તિને લેવા માટે કોઈ જ આવ્યું નહીં અને એ જોઈને ખાખીવર્દીધારી પોલીસના મનમાં રામ બેઠો અને આખરે તે એની મદદ માટે આગળ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
परहित सरिस धर्म नहीं भाई . 98 वर्षीय श्री रामसूरत जी की रिहाई पर लेने कोई नहीं आया . अधीक्षक जिला जेल अयोध्या श्री शशिकांत मिश्र पुत्रवत अपनी गाड़ी से घर भेजते हुए . @rashtrapatibhvn @narendramodi @myogiadityanath @dharmindia51 pic.twitter.com/qesldPhwBB
— DG PRISONS U.P (@DgPrisons) January 8, 2023
ઉત્તર પ્રદેશની મથુરાની જેલમાં આવું બન્યું હતું. 98 વર્ષીય આ કેદીને જેલમાંથી છોડવામાં આવ્યો ત્યારે તેને લેવા માટે કોઈ આવ્યું જ નહીં. પણ આખરે એક પોલીસ અધિકારીએ આ કેદીની મદદ કરી હતી. રામસુરત એવું આ દર્દીનું નામ છે અને જેલ સુપરિન્ટેન્ડન્ટે પોલીસ કોન્સ્ટેબલની મદદથી રામસુરતને પોલીસની ગાડીમાં બેસાડીને તેના ઘર સુધી પહોંચાડ્યો હતો.
રામસુરતને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આઈપીસીની કલમ 452, 323 અને 352 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા. સજા પૂરી થતાં તેને છોડી મૂકવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તરપ્રદેશના જેલના વરિષ્ઠ અધિકારીના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી પોસ્ટ કરવાામાં આવયો છે. યુઝર્સે આ વીડિયોને શેયર કરીને તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.