એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, જે પી નડ્ડાએ કરી જાહેરાત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં શનિવારે સાંજે ઉપરાષ્ટ્રપતિના નામ પર ચર્ચા થઈ હતી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પ્રેસ કોન્ફેરેન્સ કરીને જગદીપ ધનખડના નામની જાહેરાત કરી હતી. આ બેઠકમાં પીએમ મોદી પણ સામેલ થયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે બપોરે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઈચ્છુક ઉમેદવાર 19 જુલાઈ સુધી નામ નોંધાવી શકે છે અને તેની તપાસ 20 જુલાઈના થશે. જો કોઈ ઉમેદવારને પોતાનું નામ પાછુ ખેચવાનું મન હોય તેઓ 22 જુલાઈ સુધી નામ પાછું ખેંચી શકે છે.
દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છ ઓગસ્ટના થશે. તે દિવસે સવારે 10થી પાંચ વાગ્યા સુધી વોટિંગ થશે. મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ એ જ દિવસે પરિણામ જાહેર થઈ જશે. જો સત્તા પક્ષ અને વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોઈ એક નામ પર સહેમતિ દર્શાવે તો મતદાનની જરૂર પડશે નહીં. દેશના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુનો કાર્યકાળ દસ ઓગસ્ટના ખતમ થશે તેના ચાર દિવસ પહેલા જ દેશને આગામી ઉપરાષ્ટ્રપતિ મળી જશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.