ધોની અને બાપુના સંબંધોમાં આવી તિરાડ? CSK સાથેની પોસ્ટ ડિલિટ કરી, ધોનીને પણ બર્થડે વિશ નથી કર્યું

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

Mumbai: ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ના સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના CSK સાથેના સંબંધોમાં ખટાશ આવી હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. જાડેજાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી CSK સંબંધિત તમામ પોસ્ટ ડિલિટ કરી નાંખી હોવાથી તે CSKની ટીમ છોડી દેશે? એવા સવાલો ઉઠી રહ્યા છે. મહત્ત્વપૂર્ણ વાત તો એછે કે જાડેજાએ આ વખતે સોશિયલ મીડિયા પર CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી નથી.

આવી સ્થિતિમાં તેની અને ફ્રેન્ચાઇઝી વચ્ચે અણબનાવના સમાચાર ફરીથી વેગવંતા બન્યા છે. આ અંગે ફ્રેન્ચાઈઝી અને જાડેજા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
જો જાડેજા અને ફ્રેન્ચાઈઝી વિશેની અટકળો સાચી પડે તો આઈપીએલની આગામી સિઝનથી જાડેજા અને CSKનો સાથ છૂટી શકે છે. જાડેજા 2012માં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો અને ત્યારથી તે ટીમ સાથે છે. તેણે CSK સાથે 2 IPL ટાઇટલ પણ જીત્યા છે.

જાડેજાને IPL-15માં CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. પરંતુ, જાડેજા કેપ્ટનશિપની જવાબદારી સંભાળી શક્યો ન હોવાને કારણે ફરીથી ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજા અત્યારે ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે છે.
આઈપીએલ-2020માં સુરેશ રૈનાએ પણ ટીમ છોડી દીધી હતી અને ટૂર્નામેન્ટની વચ્ચે જ ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ ટીમને અધવચ્ચે છોડી દેવામાં આવી હતી. વિવાદને કારણે તે દુબઈથી પરત ફર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.