જેકીની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, ED કરી રહી છે ચાર્જશીટ ફાઈલ કરવાની તૈયારી

ફિલ્મી ફંડા

કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધને લઈને ફરી એક વખત બૉલીવુડ એક્ટ્રેસ જેક્વેલિન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. મળતી માહિતી અનુસાર જેક્વેલિન સામે એક ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. આ પહેલા પણ જેક્વેલિન સાથે EDએ પુછપરછ કરી હતી. અને સુકેશ સાથેની તસવીરો પણ વાયરલ થઈ હતી.
જોકે આ કેસ તિહાડ જેલમાંથી 200 કરોડની ખંડણી કરવાનો છે, જેમાં જેક્વેલિનનું નામ પણ શામેલ હતું. જેકલીને સુકેશ પાસે કરોડો રૂપિયાની ગિફ્ટ લીધી હોવાનો આરોપ છે. સુકેશે જેક્લીનના માતા-પિતા અને ભાઈ-બહેનને પણ ગિફ્ટ આપી હોવાની વાત પણ કબૂલી હતી.
જો કે જેક્લીનને આ સમાન પંહોચાડનાર પિંકી ઈરાનીએ પણ ઇડી સામે આ બધી વાતની કબૂલાત કરી હતી. આ વાતને લઈને ઇડી ઘણા લોકોને પૂછતાછ કરી ચૂકી છે. આ કેસની સમીક્ષા પછી સબૂતને ધ્યાનમાં રાખીને હાલ જેક્લીન સામે ચાર્જશીટ જલ્દી જ ફાઇલ થઈ શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.