હેં! ઠગ સાથે લગ્નના સપના જોતી હતી જેકી બેબી?

દેશ વિદેશ ફિલ્મી ફંડા

ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ જેક્વેલિન ફર્નાંન્ડિઝની પુછપરછ કરવામાં આવી હતી ત્યારે ટીમના એક વરિષ્ઠ ઓફિસરે એવો દાવો કર્યો છે કે અક્ષય કુમાર અને સલમાન ખાને જેક્વેલિનને સુકેશથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ જેક્વેલિને તેમની સલાહ માની નહોતી. બીજી તરફ એવી માહિતી મળી છે કે જેકીએ સલમાન અને અક્ષયને જણાવ્યું હતું કે સુકેશ એક બિઝનેસમેન અને રાજકારણી છે અને તેની સાથે તે લગ્ન કરવા માંગે છે. સુકેશે જેકીને ઈમ્પ્રેસ કરવા તેના મેનેજરને બાઈક પણ ગિફ્ટ કરી હતી.
એક રિપોર્ટ અનુસાર, જેકલિને EOWને પણ કહ્યું હતું કે, સુકેશ તેના સપનાનો રાજકુમાર હતો અને તેની સાથે લગ્નના સપના જોતી હતી. EDની પૂછપરછ દરમિયાન જેકીએ સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. જેકલિન તથા સુકેશ રિલેશનમાં હતાં. તેમની પ્રાઇવેટ તસવીરો પણ સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. ત્યાર બાદ EDએ જેકલિનની પૂછપરછ કરી હતી. બંનેની તસવીરો પુરાવા તરીકે રાખવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.