બોલીવૂડની બ્યૂટી ક્વિન જેક્વેલિન ફર્નાન્ડિઝ ગેંગસ્ટર સુકેશ સાથેના સંબંધોને કારણે અવારનવાર ચર્ચાનું કારણ બનતી હોય છે. જોકે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર જેકી ‘365 Days’ ફિલ્મના હીરો Michele Morrone ને ડેટ કરી રહી છે. જેકીએ ઈટાલિયન એક્ટર મિશેલ સાથે મૂડ મૂડ કે ગીતમાં સાથે કામ કર્યું હતું અને બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ સોંગ બાદથી બંને રિલેશનશિપમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

મિશેલને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જેકી સાથેના પ્રેમ સંબંધો વિશે સ્પષ્ટતા કરી હતી અને તેણે જણાવ્યું હતું કે આ ફક્ત અફવા છે હું મારી હમસફરને હજુ શોધી રહ્યો છું અને હાલમાં સિંગલ છું. અત્યારે હું કરિયર પર ફોકસ કરવા માગું છું.

Google search engine