જેકલિન ફર્નાન્ડિસ હાલમાં તેની આગામી ફિલ્મ સરકસનું પ્રમોશન કરવા માટે રિયાલિટી ટીવી શો બિગ બોસમાં પહોંચી હતી અને વીક-એન્ડ કા વાર પર સલમાન ખાન, રણવીર સિંહ, રોહિત શેટ્ટી અને ટીમના અન્ય મેમ્બર્સ સાથે મસ્તી મજાક કરતી જોવા મળી હતી. એ વખતે તેણે જે બ્લેક કલરનો સેમિટ્રાન્સપરન્ટ આઉટફિટ પહેર્યો હતો. આ આઉટફિટ્સમાં જેકુબેબી સુપર હોટ અને કિલર લાગી રહી છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અલગ અલગ હાવભાવ સાથેના ફોટો પણ પોસ્ટ કર્યા હતા. આ ફોટોમાં જેકુબેબી દિલ ખોલીને તેનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.