લગભગ 70 એકરમાં ફેલાયેલું અને નાની – મોટી એવી 70 ઇમારતો ધરાવતું… અને જ્યાંથી દર વર્ષે લગભગ 1000 વિદ્યાર્થીઓ તબીબી શાખાનો અભ્યાસ કરી બહાર પડે છે એવા જાણીતા જે.જે. હોસ્પિટલના પ્રોપર્ટી કાર્ડ પરથી બ્રિટિશરોની ઓળખાણ જલ્દી ભૂંસવામાં આવશે. જે.જે. અને ગ્રેન્ટ મેડિકલ કોલેજ આ બંને લગભગ 177 વર્ષ જૂની આ વસ્તુંના પ્રોપર્ટી કાર્ડમાં હજી પણ બ્રિટિશ સાહેબોનું નામ છે ત્યારે આ વસ્તુંના પ્રોપર્ટી કાર્ડ પર રાજ્ય સરકારનું નામ આવે તેવી તજવીજ હાથ ધરવામાં આવી છે.
માલમત્તા પર માલિકી હક્ક સિદ્ધ કરવા માટે પ્રોપર્ટી કાર્ડ એ મહત્વનો દસ્તાવેજ છે. 1845માં તૈયાર થયેલ જે.જે. હોસ્પિટલના પ્રોપર્ટી કાર્ડ પર હજી પણ ‘સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા ઇન કાઉન્સિલ’ આ બ્રિટિશકાલિન નામ છે. ત્યારે પ્રોપર્ટી કાર્ડ પરથી આ નામ હટાવી તેનો માલિકી હક્ક રાજ્ય સરકારને મળે તેવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આજ સુધી આ વિષય પર કોઇએ ગંભીરતાથી ધ્યાન આપ્યું નહતું.
આ સંદર્ભે જે.જે. હોસ્પિટલના ડો. પલ્લવી સાપળેએ એક વેબ પોર્ટલને માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘સર જે.જે. હોસ્પિટલ સમૂહ અંતર્ગત જી.ટી. હોસ્પિટલ, સેંટ જ્યોર્જેસ હોસ્પિટલ અને કામા આલ્બેસ હોસ્પિટલ આવે છે. આમાંથી મોટાભાગના હોસ્પિટલ ખૂબ જ જૂની છે. અમે હાલમાં આ હોસ્પિટલના સિટી સર્વે ક્રમાંક અને એ સંબધિત માહિતી ભેગી કરવાનું કામ કરી રહ્યાં છીએ. તમામ માહિતી ભેગી થયા બાદ તેને વરિષ્ઠો પાસે મોકલવામાં આવશે.’
… અને એ પ્રોપ્રર્ટી કાર્ડ પરથી ‘બ્રિટિશરોનું નામ હટશે.’ હવે તેની માલિક રાજ્ય સરકાર બનશે
RELATED ARTICLES