ઉર્વશી અને પંત વચ્ચે સોશિયલ મીડિયા પર War! એક્ટ્રેસ બોલી છોટુ ભૈયા…

ફિલ્મી ફંડા સ્પોર્ટસ

બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર રિષભ પંત વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલું યુદ્ધ ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે. પંતે જ્યારે ઉર્વશીનું નામ લીધા વગર ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર મેરા પીછા છોડો બહેન લખ્યું હતું ત્યારે હવે ઉર્વશીએ પંતની સ્ટોરીનો જડબાતોડ જવાબ આપ્યો છે. ઉર્વશીએ પણ પોતાની ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર લખ્યું હતું કે, છોટુ ભૈયા કો સિર્ફ બેટ-બોલ ખેલના ચાહિયે. મૈં કોઈ મુન્ની નહીં હું જો બદનામ હો જાઉંગી, વો ભી કિડ્ડો ડાર્લિંગ તેરે લીયે. રક્ષાબંધન મુબારક હો. આરપી છોટુ ભૈયા.

આગળ તેણે લખ્યું હતું કે, કોઈ શાંત છોકરીનો ફાયદો ન ઉઠાવવો જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્વશીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં શૂટથી થાકીને જ્યારે મારા હોટેલ પહોંચી ત્યારે મિસ્ટર આરપી (ઋષભ પંત) મારો ઈંતેજાર કરી રહ્યા હતા. તેણે 17 વાર મને ફોન કર્યો પણ મને ખબર ન પડી. પછી મેં વાત કરીને મુંબઈ મળવાનું કહ્યું હતું. ત્યાં અમે મળ્યા, પરંતુ મીડિયામાં આ બધી વાતો સામે આવી ચૂકી હતી. ઉર્વશી અને પંત બંને વર્ષ 2018માં રિલેશનશિપમાં હતાં, પરંતુ થોડા સમય બાદ તેમણે એકબીજાને સોશિયલ મીડિયા પર બ્લોક કરી નાંખ્યા હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.