CWG 2022: 8મા દિવસે ભારત પર મેડલનો વરસાદ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

કોમનવેલ્થ ગેમ્સ 2022ના આઠમા દિવસે, ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન નોંધાવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ 2022ના આઠમા દિવસે, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, અંશુ મલિક, મોહિત ગ્રેવાલ અને દિવ્યા કાકરાએ મેડલ જીત્યા છે. ભારત કોમનવેલ્થ ગેમ્સ 2022 માં મેડલ ટેબલમાં હવે પાંચમા ક્રમે આવી ગયું છે. ભારતે અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
ઓસ્ટ્રેલિયા કોમનવેલ્થ ગેમ્સ 2022 મેડલ ટેલીમાં ટોચ પર છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 138 મેડલ જીત્યા છે. જેમાં 50 ગોલ્ડ મેડલ ઉપરાંત 43 સિલ્વર મેડલ અને 45 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સિવાય ઈંગ્લેન્ડ 129 મેડલ સાથે બીજા અને કેનેડા 67 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે ન્યુઝીલેન્ડ 41 મેડલ સાથે ચોથા નંબર પર છે. આ રીતે ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઈંગ્લેન્ડ, કેનેડા, ન્યુઝીલેન્ડ અને ભારત ટોપ-5 દેશોમાં સામેલ છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને દીપક પુનિયાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
સંકેત સરગરી, બિંદિયા રાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિંટન ટીમ, તૂલિકા માન, મુલસી શ્રીશંકર અને અંશુ મલિકે સિલ્વર મેડલ જીત્યો છે.
ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન અને મોહિત ગ્રેવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.