બિહારમાં નીતીશ કુમારને ઉથલાવીને નીતીશ કુમાર મુખ્ય પ્રધાન બન્યા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બિહારમાં નીતીશ કુમારની ભાજપ-જેડીયુની ગઠબંધન સરકારને ઉથલાવીને જેડીયુ-આરજેડી, કૉંગ્રેસ, ડાબેરીઓની મહાગઠબંધન સરકારમાં નીતીશ કુમારે મુખ્ય પ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા છે. તેજસ્વી યાદવે તેમની સાથે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. નીતીશ કુમારે મંગળવારે ભાજપ સાથે સંબંધો તોડ્યા બાદ મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું હતું.
નીતિશના આ પગલાથી JDUના નેતાઓએ તેમને 2024ની સામાન્ય ચૂંટણીમાં વિપક્ષ વતી વડાપ્રધાન પદના ઉમેદવાર કહેવાનું શરૂ કરી દીધું છે. શપથ લીધા બાદ નીતીશ કુમારે મીડિયા સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેમના પર સીધો પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, 2024માં અમે હોઇએ કે ના હોઇએ, પણ 2014વાળા (ભાજપ) તો નહીં જ હોય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.