બોલિવૂડ ફિલ્મ હેરાફેરી પાર્ટ 1 અને 2 જોઇને હસીહસીને બેવડ વળી જનારા લોકો માટે એક અગત્યના સમાચાર છે. દર્શકોનું મનોરંજન કરવા બાબુરાવ, રાજુ અને શ્યામ એટલે કે પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી ફરીથી હેરાફેરી પાર્ટ-3માં એક સાથે આવી રહ્યા છે. હેરાફેરી-3ની સ્ટાર કાસ્ટ અંગે છેલ્લા ઘણા સમયથી અનિશ્ચિતતા પ્રવર્તતી હતી. સ્ક્રિપ્ટ સમસ્યાઓના કારણે અક્ષય કુમારે ફ્રેન્ચાઇઝીમાંથી પીછેહઠ કરી હતી તો ક્યારેક કલાકારોની ડેટ્સની સમસ્યા આડે આવતી હતી. અગાઉની બંને ફિલ્મમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની એક્ટિંગ અને કોમિક ટાઇમિંગ એવા અફલાતૂન હતા કે દર્શકો આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મમાં પણ ત્રણેને સાથે જ જોવા માગતા હતા, જેને કારણે પણ હેરાફેરી પાર્ટ-3 અટકી પડી હતી.
એક અઠવાડિયા પહેલા અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની હેરાફેરી ત્રિપુટી આ ફ્રેન્ચાઇઝીના ભવિષ્ય વિશે ચર્ચા કરવા માટે મુંબઈના એમ્પાયર સ્ટુડિયોમાં મળ્યા હતા. હેરાફેરી 3 પર આ તેમની પ્રથમ સત્તાવાર મીટિંગ હતી. અને હવે આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીએ આજે મુંબઈમાં હેરા ફેરી 3નું શૂટિંગ શરૂ કર્યું છે.
આ ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલા છે. અક્ષય, પરેશ અને સુનીલ બધા રાજુ, શ્યામ અને બાબુરાવ તરીકે સેટ પર પાછા ફરવા માટે ઉત્સાહિત છે અને તેમને રૂપેરી પડદે કોમેડીના કામણ પાથરતા જોવા દર્શકો પણ બમણા ઉત્સાહિત છે