હવે આ નાટો દેશના વડા પ્રધાને રાજીનામાની જાહેરાત કરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઇટાલીના પીએમ મારિયો ડ્રેગીએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઇટાલીમાં ગઠબંધન સરકાર છે. તેમના ગઠબંધન સાથી પક્ષ દ્વારા મુખ્ય સરકારી બિલને ટેકો આપવાનો ઇનકાર કર્યા પછી ઇટાલીના પીએમ મારિયો ડ્રેગીએ રાજીનામાની જાહેરાત કરી હતી. છેલ્લા સાત દિવસમાં રાજીનામું આપનાર બીજા નાટો નેતા બન્યા છે.
5-સ્ટાર મૂવમેન્ટ તરીકે ઓળખાતા તેમના શાસક ગઠબંધનમાં એક રાજકીય પક્ષે વધતા જીવન ખર્ચને સંબોધવાની તેમની યોજના અંગે અગાઉ સંસદીય વિશ્વાસ મતમાં તેમને સમર્થન આપવાનો ઇનકાર કર્યા બાદ ઇટાલીની સરકારને કટોકટીમાં મૂકાઇ જતા ડ્રેગીએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
“આ સરકારને સમર્થન આપનાર રાષ્ટ્રીય એકતા ગઠબંધન હવે અસ્તિત્વમાં નથી,” એમ ડ્રેગીએ જણાવ્યું હતું. ડ્રેગીએ ફેબ્રુઆરી 2021 થી ઇટાલીના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી અને અગાઉ 2011 અને 2019 વચ્ચે યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રમુખ તરીકે સેવા આપી હતી.
તેઓ હવે આગામી પગલાં અંગે ચર્ચા કરવા માટે દેશના રાષ્ટ્રપતિ, સેર્ગીયો મેટારેલા સાથે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે ઇટાલી ઉર્જા ખર્ચમાં વધારો થવાને કારણે બગડતી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ઇટાલીના વડા પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ઉર્જા ખર્ચમાં વધારો થવાને કારણે બગડતી આર્થિક પરિસ્થિતિની અસરોને ઘટાડવા માટેના પગલાંની શ્રેણીની જાહેરાત કરવાની યોજના ધરાવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.