રોમઃ ઈટલીની પોલીસે સોમવારે ઈટલીના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ઉફ્રે ગોડફાધર ડેનારિયોની ધરપકડ કરીને દેશના પોલીસ પ્રશાસને જ નહીં, વડા પ્રધાને રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા 30 વર્ષથી ઈટાલિયન પોલીસે આ માફિયાની શોધ કરી રહી હતી, તેના પરથી તમને ખ્યાલ આવી જશે કે એ કેટલો કુખ્યાત હતો. આ મોસ્ટ વોન્ટેડ માફિયાનું નામ છે બોસ માટેઓ મેસ્સિના ડેનારો. સિસલીમાંથી ડેનારોની ધરપકડ કરવામાં આવ્યા પછી ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડેનારો સૌથી ખતરનાક અને માફિયાઓનો પણ બોસ હતો. તેની ધરપકડ એ સંગઠિત ગુના સામેની લડાઈમાં દેશનો સૌથી મોટો વિજય છે.
એક ખાનગી ક્લિનીકમાં એન્ડ્રિયા બોનાફેડના બનાવટી નામથી એક વર્ષથી થેરેપી લઈ રહ્યો હતો ત્યારે ઈટલી પોલીસે તેની ધરપકડ કરી હતી. ગુપ્તચર વિભાગની માહિતીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેની ધરપકડ કરી હતી અને તે પોલીસનો વિરોધ પણ કરી શક્યો નહોતો. ડેનારાનું નામ એટલો કુખ્યાત છે કે ન્યૂઝ પેપર, પોલીસની ડાયરીમાં હજારો પાનાથી ભરેલ છે. ડેનારોએ ઈટલીમાં એન્ટિ માફિયા મેજિસ્ટ્રેટ જિયોવન્ની ફાલ્કોન અને પાઓલો બોરસેલિનોને ગોળી મારીને હત્યા કરી હતી. 1992માં ફાલ્કોનના નામથી ઇટલીના અંડરવર્લ્ડના માફિયા પણ ગભરાતા હતા અને તેની હત્યા કર્યા પછી ડેનારોનું નામથી લોકો ગભરાતા હતા. ડેનારો પર આરોપ છે કે ડેનારો એટલું કરવાથી અટક્યો નહોતો 1993માં ઈટલીમાં અંડરવર્લ્ડના ગેંગવોરમાં રોમ, ફલોરેન્સ અને મિલાન શહેરમાં પોતાના વિરોધી પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. એના સિવાય પોતાની ગેંગના એક સહયોગી પર સરકારી ગવાહ બન્યા પછી તેના અગિયાર વર્ષના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. 2002માં તેના ગુનાઓ માટે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તે 1993થી પોલીસના સકંજામાંથી છૂટી ગયો હતો. પોલીસે 30 વર્ષ પછી ધરપકડ કરી છે. ઈટલીના ડોન માટેઓ મેસ્સિના ડેનારાને સિસલીની ગોડ ફાધર મૂવીનું રિયલ કેરેક્ટર કહી શકો છો. સિસલીના માફિયા પર 1972માં ગોડ ફાધર મૂવી બનાવી હતી, જેમાં ઈટલીના અંડરવર્લ્ડ અંગે ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. ડેનારોની ધરપકડથી ઈટલી જ નહીં, પરંતુ સમગ્ર યુરોપના માફિયાઓ અંગે વધુ જાણકારી મળી શકે છે.
30 વર્ષે ઈટાલિયન માફિયાની ધરપકડ, વડા પ્રધાને જશ્ન મનાવ્યો
RELATED ARTICLES