Homeઆપણું ગુજરાત...તો ચોટીલામાં પણ મોરબી જેવી હોનારત થશે, જાણો કોણે કહ્યું આમ

…તો ચોટીલામાં પણ મોરબી જેવી હોનારત થશે, જાણો કોણે કહ્યું આમ

મોરબીના ઝૂલતા પુલની હોનારતને ત્રણેક મહિના થયા, પરંતુ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો આ ઘટનાને ભૂલ્યા નથી કારણ કે સૌ કોઈ એમ જ વિચારે છે કે તે દિવસે તે પુલ પર આપણે પણ હોઈ શકીએ. ગુજરાતમાં ઘણા પ્રવાસન સ્થળો આવેલા છે અને ગમે તે ઠેકાણે આવી ઘટના બનતા સમય નહીં લાગે તેમ સામાન્ય જનતા માને છે, પરંતુ સરકાર અને તંત્રની આંખ ઉઘડતી નથી, તેવું ઘણીવાર જણાય છે.
સૌરાષ્ટ્રમાં આવેલા ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાના દર્શન કરવા રોજ લાખોની સંખ્યામાં લોકો આવે છે. રાજ્ય સરકારે અહીં રોપ-વે પ્રસ્તાવિત કર્યો છે, પણ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ આનો વિરોધ કરે છે અને આ મામલો હાઈ કોર્ટ સુધી પહોંચ્યો છે. ટ્રસ્ટે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે સરકારે રોપ-વેનો કોન્ટ્રાક્ટ એવી કંપનીને આપ્યો છે જેમને રોપ-વે બનાવવાનો કોઈ અનુભવ નથી, આથી અહીં પણ મોરબી જેવી કરણાંતિકા થવાની સંભાવના નકારી શકાય નહીં. ટ્રસ્ટના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકારે 500 કરોડનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપ્યો છે તેને આ ક્ષેત્રમાં કોઈ અનુભવ નથી.

જો આ જનહીતની અરજીને રદબાતલ કરવામાં આવશે અને આ કંપની આ કામ આગળ વધારશે તો આ મોરબીની કરૂણાંતિકા જેવો જ કેસ બની જશે. મોરબી બ્રિજનું સામારકામ-સંચાલન-જાળવણી જે ઓરેવા કંપનીને આપવામાં આવી હતી તેમને આ ક્ષેત્રમા કોઈ અનુભવ ન હોવાનું બહાર આવ્યું હતું. બીજી બાજુ કંપનીના વકીલે કોર્ટને માહિતી આપી હતી કે તેઓએ એરિયલ રોપ-વે એક્ટના નિયમોનું પાલન કર્યું છે અને ગુજરાત સરકારે આપેલી જાહેરાતના આધારે ટેન્ડર ભર્યું હતું. ટ્રસ્ટના વકીલે કંપની દ્વારા આપવામા આવેલી વિગતોના અભ્યાસ માટે સમય માગતા કોર્ટે આગળની સુનાવણી 16મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યાં સુધી રોપ-વેના કામ પરનો સ્ટે યાથાવત રહશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular