મહારાષ્ટ્રના નાશિકમાં પોલીસે એક શખસની હત્યાના કેસમાં છ જણની ધરપકડ કરી હતી અને એ પણ એક વર્ષ પહેલા થઈ હતી હત્યા. ચોંકી ગયાને વાત માન્યામાં આવે એવી નથી, પરંતુ નાશિકમાં બીજી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ અશોક ભાલેરાવ નામની વ્યક્તિને એક અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. અને મૃતકના ભાઈને શંકા હતી કે આ કોઈ સામાન્ય અકસ્માત હોઈ શકે નહીં, ત્યાર બાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે ચાર કરોડ રુપિયાના વીમાના દાવા માટે તેની હત્યા કરવામાં આવી હતી.
બીજી સપ્ટેમ્બર, ૨૦૨૧માં નાશિકના દેવલાલી કેમ્પના રહેવાસી ૪૬ વર્ષીય અશોક ભાલેરાવનો મૃતદેહ શહેરના ઈન્દિરાનગર જોગિંગ ટ્રેક પાસેથી મળ્યો હતો.
મૃતકના આકસ્મિક મૃત્યુની શંકાને આધારે થાણેમાંથી એક અજાણ્યા વાહનચાલકની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં લગભગ ૧૫ મહિના પછી વાસ્તવિકતા બહાર આવી હતી કે આ કોઈ અકસ્માત નહીં, પણ અશોકના પોતાના મિત્રોએ સાથે મળીને તેને મારી નાખ્યો હતો. અશોકના ભાઈની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરુ કરી હતી અને જાણવા મળ્યુંકે આ કોઈ અકસ્માત નહીં, પણ ચાર કરોડના વીમાની રકમ લેવા માટે હત્યા કરાઈ હતી.
આ કેસમાં મૃતકના મિત્ર અને મુખ્ય આરોપી માસ્ટરમાઈન્ડ મંગેશ સાવકર હતો. કહેવાય છે કે અશોકના નામે અલગ અલગ કંપનીમાં વીમા પોલિસી કાઢવામાં આવી હતી અને તેના તેનું મૃત્યુ થયું હોવાનું નાટક કરીને બીજા કોઈની વીમાની રકમ હડપવાની યોજના બનાવી હતી, પરંતુ એ સફળ થઈ નહોતી, તેથી અંતે તેમને અશોકને જ મારી નાખ્યો. રજની નામની મહિલાએ અશોકની પત્ની હોવાનો દાવો કર્યો હતો અને અશોકના મૃત્યુ બાદ વીમાની રકમ તેમના એકાઉન્ટમાં આવે અને પૈસા મળ્યા પછી તમામ લોકોએ એ પૈસા પરસ્પર લઈ લીધા હતા. અશોકના ભાઈની ફરિયાદના આધારે આ કેસનું પગેરું શોધી કાઢવામાં પંદર મહિને સફળતા મળી હતી, જેમાં બનાવટી પત્ની રજની સહિત ૬ શંકાસ્પદની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મૃતકનો મિત્ર મુખ્ય આરોપી મંગેશ સાવકરના પાસેથી એક પિસ્તોલ અને છ કારતૂસ જપ્ત કરવામાં આવી હતી. બીજી સપ્ટેમ્બર, 2021ના રોજ મુંબઈથી નાશિક જતી વખતે અશોક ભાલેરાવની હત્યા કરી નાખવામાં આવી હતી અને રસ્તાની બાજુમાં તેના મૃતદેહને ફેંકીને આરોપી કાર લઈને ફરાર થઈ ગયા હતા.