Homeલાડકીપિતાના મોતને બે દિવસ જ થયા હતા છતાં હિંમત રાખી પરીક્ષા આપી...

પિતાના મોતને બે દિવસ જ થયા હતા છતાં હિંમત રાખી પરીક્ષા આપી અને લેફ્ટનન્ટ બની ગઇ

‘તું બેફિકર થઇને તૈયારી કર. કોઇનાથી ડરતી નહીં. ક્યારેય પીછેહઠ નહીં કરતી.’ પિતાની આ વાતો લેફ્ટનન્ટ અદિતી યાદવના કાનોમાં પરેડ દરમિયાન ગુંજતી રહી હતી

ફોકસ-મેધા રાજ્યગુરુ

ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીની પાસિંગ આઉટ પરેડમાં સામેલ કેટલીક સાહસ અને આત્મવિશ્ર્વાસથી ભરપૂર મહિલાઓએ કરોડો ભારતીયોના દિલ જીતી લીધા હતા. અદિતિ યાદવ પણ આ મહિલાોમાંથી જ એક છે. સીડીએસ (કમ્બાઇન ડિફેન્સ સર્વિસ)ના ઇન્ટરવ્યૂના બે દિવસ પહેલાં જ પિતાને એક માર્ગ અકસ્માતમાં ખોયા છતાંય અલવરમાં રહેતી આ અદિતીએ હિમંત આપ્યા વગર ઇન્ટરવ્યૂ આપ્યો કારણ કે એને પિતાનું સપનું પૂરું કરવું હતું.
આઘાત લાગ્યો હોવા છતાં ઇન્ટરવ્યૂ આપ્યો અને તેમાં સફળ પણ થઇ. ત્યાર બાદ શરૂ થઇ અગિયાર મહિનાની કઠિન તાલીમ. એ પણ સફળતાપૂર્વક પાસ કરી અને સમય આવ્યો પાસિંગ આઉટ પરેડનો.
‘તું બેફિકર થઇને તૈયારી કર. કોઇનાથી ડરતી નહીં. ક્યારેય પીછેહઠ નહીં કરતી.’ પિતાની આ વાતો લેફ્ટનન્ટ અદિતી યાદવના કાનોમાં પરેડ દરમિયાન ગુંજતી રહી હતી.
બહરોડના ગામ માંચલમાં રહેતી અદિતીના પિતા ચંદ્રશેખર, રેવાડી (હરિયાણા)માં સંસ્કૃતના લેક્ચરર હતા અને અદિતીના સીડીએસના ઇન્ટરવ્યૂના બે દિવસ પહેલા જ રોડ એક્સીડન્ટમાં તેમનું મોત થઇ ગયું હતું. પરંતુ પિતાની ઇચ્છા પૂરી કરવા તેણે ઇન્ટરવ્યૂ પણ આપ્યો અને આર્મી ઓફિસર પણ બની ગઇ.
અદિતીના બાળપણના સપનાને પ્રોત્સાહન આપ્યું હતું તેના પિતાએ
અદિતીનું બાળપણનું જ સપનું હતું ભારતીય સેનામાં અફસર બનવાનું. દીકરીના આ સપનાને પૂરું કરવા પિતાએ કોઇ કસર છોડી ન હતી. સવારે ચાર વાગે ઉઠીને તેઓ અદિતીને દોડ લગાવવા લઇ જતા હતા. તેઓ એ વાતનું ખાસ ધ્યાન રાખતા કે દીકરી પોતાના લક્ષ્યથી ભટકે નહીં. દીકરીના સપનાને પિતાએ પોતાનું સપનું માની લીધું હતું અને અદિતીએ પણ નક્કી જ કરી લીધું હતું કે આ સપનું પૂર્ણ ન થાય ત્યાં સુધી જંપીને નહીં બેસે.
વર્ષ ૨૦૨૦માં સીડીએસની લેખિત પરીક્ષા પાસ કર્યા પછી અદિતી પાસે ઇન્ટરવ્યૂની તૈયારી માટે લગભગ એક મહિનાનો સમય હતો. ૨૮ જૂન, ૨૦૨૧ના દિવસે તેનો ઇન્ટરવ્યૂ હતો જેના માટે તે રોજ ૧૫-૧૫ કલાક મહેનત કરી રહી હતી. તેના પિતા પણ આ ઇન્ટરવ્યૂની તૈયારી માટે એક પડછાયાની જેમ તેની સાથે રહેતા. પણ એક દિવસ રાત્રે લગભગ આઠ વાગે એક દુર્ઘટના ઘટી. અદિતીના પિતા કોઇ કામ અંગે બજાર જવા નીકળ્યા હતા. તેઓ પોતાની સ્કૂટી પર સવાર હતાને એક બાઇકવાળાએ ટક્કર મારી. માથામાં ગંભીર ઇજા થવાથી તેમનું મોત થયું. બીજી બાજુ અદિતીને ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું તેની તૈયારી થઇ ચૂકી હતી.
ઘણી ગડમથલ બાદ ભારે હૈયે અદિતીને આ કરુણ ખબર આપવામાં આવ્યા. પિતાના મોત વિશે જાણતા જ તે ચીસ પાડી ઊઠી.
બધાને સંભાળ્યા અને પોતે નીકળી પડી પિતાનું સપનું પૂરું કરવા
ઘરના દરેક સભ્યો શોકમાં ગરકાવ હતા. અદિતી ક્યારેક તેની માતાને સંભાળતી તો ક્યારેક તેના ભાઇને. જે સપનું તેણે અને તેના પિતાએ સાથે મળીને જોયું હતું તે તેની આંખો સમક્ષ ફરી રહ્યું હતું. તેણે ત્યારે જ નિર્ધાર કર્યો હતો કે કોઇ પણ સંજોગોમાં તે પિતાના સપનાને તૂટવા નહીં દે.
બે દિવસથી ઉજાગરો વેઠી રહેલી અદિતીએ ઇન્ટરવ્યૂઅર્સના એક એક સવાલનો જવાબ આપ્યો અને નવેમ્બર ૨૦૨૧માં તેના પર પસંદગીની મહોર પણ લાગી. ૨૨ વર્ષની અદિતી ટ્રેનિંગ પૂરી કર્યા બાદ હવે લશ્કરમાં લેફ્ટેનન્ટ બની ગઇ છે. તેને ખબર હતી કે પિતા હયાત નથી છતાંય પરેડ સમયે તેની આંખો સ્ટેન્ડમાં ફક્ત તેના પિતાને શોધી રહી હતી. તેના ચહેરા પર પિતાનું સપનુ પૂરું થયાની ખુશી હતી પણ આંખોમાં તેમને ખોઇ દેવાની વ્યથા હતી.
પરેડથી નીકળ્યા બાદ તેણે પહેલી સલામ પોતાની માતા વિકાસ અને મોટા ભાઇ મેજર ભરત યાદવ તેમ જ બીજી સલામ નાના ભાઇ કૅપ્ટન વિશાલ યાદવને મારી. આપી. આ બન્ ને અદિતીના મોટા પપ્પાના દિકરા છે. જ્યારે અદિતીનો નાનો ભાઇ હર્ષવર્ધન ૧૯ વર્ષનો છે. કૉમ્પ્યુટર સાયન્સમાં બીટેક કરી રહ્યો છે.
દીકરીને જોઇને માની આંખોમાં પણ આંસુ ઊભરાઇ આવ્યા હતા, કારણ કે તેને આ મુકામ પર પહોંચાડનારા પિતા જ આજે સાથે નહોતા.ઉ

RELATED ARTICLES

Most Popular