Homeઉત્સવરખડવામાં મજા આવી...

રખડવામાં મજા આવી…

આજે આટલું જ -શોભિત દેસાઈ

ભુલાયેલી ગલીઓ, બંધ દરવાજાઓ યાદ આવ્યા
ઘણા દિવસે ઘરે બેસી રખડવામાં મજા આવી
ગજા મુજબના એક દુશ્મનને અંતે શોધી કાઢયો મેં-
લઢ્યો મારી જ સાથે હું ’ને લડવામાં મજા આવી.
– સૈફ પાલનપુરી
એવું જ બન્યું કૈંક ગઈકાલે. એક તો ‘મરીઝ’ના કવિત્વ જેટલો જ વિસ્તૃત વ્યાપ એમની ચર્ચાનો અને એમના વિષેના સ્પષ્ટીકરણનો બનતો જાય છે આજકાલ… અને એમાં મુલુંડમાં દર મહિને અપંગ-ગરીબજનોને અપાતી જરૂરી ચીજો / અનાજ વિ.ની કીટના વિતરણ-યજ્ઞની આ મહિનાની અપાતી આહુતિમાં મુખ્ય મહેમાન તરીકે જવાનું થયું. તે કુર્લા થઈને મુલુંડ જવાના રસ્તે દર્શન થયા રાહત એપાર્ટમેન્ટના. કુર્લા ડેપો પાસેના બશિમલયની નીચે – ‘મરીઝ’નું જૂનું ઘર!!! એક બરકતભાઈ મારા ગઝલ પિતાના ઘરે એક વાર ગયો છું અને ‘મરીઝ’નાં ઘરે તો અનેક વાર ગયો છું. બન્ને ઘર મને પવિત્ર કાબાથી સહેજ પણ ઓછા નથી લાગ્યા. બન્ને ઘરોમાં અંદર મારા બે ભગવાન વસતા હતા – વસુદેવ અને નંદ. (ધર્મ એકત્વ આમ જ પામશે.) એમાંય રાહત એપાર્ટમેન્ટ જોવાની સાથે તો પરમાત્માનો પરમ ઉપકાર પણ યાદ આવી ગયો કે યુનિયન બૅંકના કલર્કની નોકરીમાંથી મને એણે ક્યાંનો ક્યાં મૂકી દીધો! અને દર ચોમાસામાં ઝૂંપડીની અંદર નીચેથી ફૂટતા પાણીને લીધે સેનેટોરિયમમાં કમ્પલસરી રહેવા જવું પડે એવી પરિસ્થિતિમાંથી આ ઊંશફ જયહજ્ઞિંત ભફિ – આ મશિદયિ, ખારમાં આવું ઘર – ૠઘઉ ઈઅગ’ઝ ઇઊ ખઘછઊ ખઊછઈઈંઋઞક. આંખમાં ઝળઝળિયા સાથે મોહસીન વાસીને વોટસએપ દ્વારા જણાવી પણ દીધું કે ૪૭ વર્ષ પહેલાના તમે બન્ને ભાઈ બહેન, સોનાબેન અને ૨૦ વર્ષના મને પોતાની આંખોની કરુણાથી સજાવતા અને પોતાની ક્ષતિઓ, દુન્યવી ત્રુટિઓની માફી માંગતા અબ્બાસ… એટલે કે મરીઝ સાહેબને હું ખરેખર જોઈ રહ્યો છું? કે મારો ભ્રમ છે?
જવાબમાં મોહસીનભાઈએ, મેં નહીં સાંભળેલા / વાંચેલા શેર મોકલ્યા. અને તમને લાગશે જ કે ગઝલોની, ફક્ત એમની ગઝલોની જ બાબતમાં ક્યાંક હજી મરીઝ હિમશીલા તો નથી ને?! હજી ઘણી સુંદર ગઝલો કે શેર પાણીની સપાટીની નીચે છુપાયા હોય!!!?
ખુદાવંદા! કરી દે ગોઠવણ સૌ એ ગુનાહોની
અમારી જાત ઉપર જે બધા ઈલજામ લાગે છે
એક શેરમાં મોહસીનભાઈએ સ્મરણ આધારિત ટાંકયો હોવાને લીધે છંદમાં બેસાડવા પહેલી લાઈનમાં મેં ફેરફાર કર્યો છે (મારા વાલીદે પંક્તિઓ ગુજરાતી ભાષાને વિલ વારસામાં આપી છે એટલે આવું કર્યું છે.) પણ સાહેબ! બીજી પંક્તિ તો જુઓ!
ખુદના જ હુંફ દેશે, બીજા ઠરી જવાના
આંખો રહી જવાની, સપના સરી જવાના
મરીઝ લિખિત કરબલાની કથાનું ઐતિહાસિક પુસ્તક ‘મઝલુમ મુસાફિરો’ (મુસાફિરોનો ઉચ્ચાર તમે નોંધ્યો ને!) હમણાં પ્રકાશિત થયું છે. કશું જ જાણતો નથી હું કરબલા વિષે. વિતેલી… કોઈપણ ધાર્મિકતા વિષે જાણી જોઈને જેટલો બને એટલો દૂર રહેવા માગું છું, કારણ? ફકત યુદ્ધો અને લોહીનો લાલ રંગ બધામાં તરવરે છે. સંદેશા પ્રેમના દેવાની ઈચ્છા હોવા છતાંય… પણ એમાંય મુખપૃષ્ઠ ઉપર મુકાયેલી ‘મરીઝ’ની આ પંક્તિઓ સમજયો જરાય ન હોવા છતાંય, ખૂબ ગમી છે.
પાણીથી મશક ભરવા એ આવે છે અકેલા, ગુસ્સાથી ભરેલા,
છે નહેર તરફ આંખ અને આંખમાં અંગાર, આવે છે અલમદાર
મોહસીનભાઈએ પણ ખૂબ પ્રગતિ કરી અને એનું રસપાન મને કરાવવા મને એમના નવા ઘરે, સરનામું મોકલીને આવવાનું આમંત્રણ આપ્યું. મેં પણ એમને મારા ઘરે આવવાનું આમંત્રણ આપ્યું – સરનામું મોકલ્યા વગર. કારણ? સરનામું હું આવતા મંગળવાર પછી એમના ઘરે જઈશ ત્યારે આપીશ…
ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની ફાઈનલમાં બે તીવ્ર પ્રતિસ્પર્ધીઓ, મેચ પતી જાય પછી હાથ મિલાવીને પાછા મિત્ર બની જાય છે. ચેસનાં પ્યાદાં, જેવી લફળય જ્ઞદયિ કે પાછા પોતપોતાની જગ્યાએ… પેટીમાં એકબીજામાં ભળી જાય છે. સાહિત્યની પણ દરેક ચર્ચાને આવી જ બનાવીએ?
આજે આટલું જ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -