દિલ્હી અને મુંબઈમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન(BBC)ની ઓફિસમાં આવકવેરા વિભાગનો સર્વે ત્રીજા દિવસે પણ ચાલુ છે. ફાઈનાન્સ અને એડિટોરીયલ વિભાગો સહિત બીબીસીના 10 જેટલા વરિષ્ઠ કર્મચારીઓને બે રાત સુધી ઘરે જવાની મંજૂરી આપવામાં આવી નથી. અન્ય કેટલાક કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
IT સર્વે વચ્ચે BBCએ ફરી એકવાર તેના સ્ટાફને તપાસમાં સહકાર આપવા કહ્યું છે. જે કર્મચારીઓના કોમ્પ્યુટર ચેક કરવામાં આવ્યા છે તેમને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ગુરુવારે હિન્દુ સેનાના પ્રદર્શન બાદ આજે બીબીસી ઓફિસની બહાર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આવકવેરા વિભાગ(IT) બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન(BBC) ના 2012 થી અત્યાર સુધીના ખાતાઓની તપાસ કરી રહ્યું છે. જોકે આઈટી ટીમ બીબીસીના પ્રસારણ કામગીરીમાં દખલ કરી રહી નથી. બીબીસીએ કર્મચારીઓને આવકવેરા વિભાગને સહકાર આપવા અપીલ કરી છે.
આવકવેરા વિભાગ ઈન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિની ફરિયાદોને લઈને આ સર્વે કરી રહ્યું છે. મંગળવાર અને બુધવાર પછી, આવકવેરા વિભાગ ગુરુવારે પણ બીબીસીના ખાતાની વિગતો તપાસી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર BBCના એકાઉન્ટ્સ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ અને વિશ્લેષણ કરવામાં સમય લાગી રહ્યો છે.
બીબીસી ઓફિસમાં IT સર્વે ત્રીજા દિવસે પણ ચાલુ, 10 કર્મચારીઓ બે રાત સુધી ઓફિસમાં જ રહ્યા
RELATED ARTICLES