અમદાવાદના ચિરિપાલ ગ્રુપ પર ITના દરોડા: 25 કરોડ રોકડા અને 15 કરોડનું ઝવેરાત મળી આવ્યું

આપણું ગુજરાત

આવકવેરા વિભાગે એક અઠવાડિયા પહેલા જાણીતા ઔદ્યોગિક ગ્રુપ ચિરિપાલ ગ્રુપની અમદાવાદ અને સુરત ઓફિસ સહિત રાજ્યના 45 સ્થળે દરોડા પાડ્યા હતા. તપસ દરમિયાન આવકવેરા વિભાગને રૂ.800 કરોડના બેનામી આર્થિક વ્યવહારો હાથ લાગ્યા છે. ત્યારે ITના અધિકારીઓએ ચિરિપાલ જૂથની માલિકીના અમદાવાદમાં આવેલા એક બંગલોમાંથી 16 કરોડ રોકડા અને 15 કરોડનું ઝવેરાત કબજે કર્યું હતું. ત્યારે અન્ય એક જગ્યાએ કરેલી તપાસમાં 9 કરોડ રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત IT વિભાગે 20 બેન્ક લોકર ટાંચમાં લીધા છે.
આટલા મોટા પ્રમાણમાં રોકડાની ગણતરી માટે મશીન લાવવાને બદલે રોકડા રૂપિયાને બેંકમાં લઇ જવાયા હતા. ત્યાં જ ગણતરી કરી જમા કરી દેવામાં આવ્યા હતા. નિષ્ણાંતોના મત મુજબ જપ્ત થયેલી રકમ પર 115 ટકા જેટલો ટેક્સ લાગી શકે છે.
નોંધનીય છે કે ચિરિપાલ ગ્રુપની ટેક્સ્ટાઇલ, પેકેજિંગ, કેમિકલ, સોલાર અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. ગત 21મી તારીખે IT વિભાગના 200 કર્મચારીઓએ ચિરિપાલ જૂથ પર દરોડા પાડ્યા હતા. તપાસ કુલ નવ દિવસ ચાલતી હતી. અધિકારીઓએ ગ્રુપની માલિકીના ફેક્ટરી, બંગ્લોઝ, ઓફિસ અને કર્મચારીઓના કેટલાક ઠેકાણે પણ તપાસ કરી હતી. તપાસમાં ઘણા ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. બધાજ ડોક્યુમેન્ટને સ્કેન કરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કમ્પ્યુટર અને લેપટોપનો ડેટા પણ કોપી કરવામાં આવ્યો હતો. ડિજિટલ દસ્તાવેજોની એફએસએલના વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.