ગુજરાતના વહાણવટાના વિકાસની એ ઐતિહાસિક ઘટનાને ૧૦૦ વર્ષ થયાં…

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી

નામ- ગુજરાતના વહાણવટાનો ઈતિહાસ
લેખક- શિવપ્રસાદ રાજગોર
પ્રકાશક-પોતે, પ્રાપ્તિસ્થાન-અનડા બુક ડીપો
પ્રકાશન વર્ષ-૧૯૭૬
કુલ પાના- ૨૬૪
કિંમત- વીસ રૂપિયા
– ગુજરાતનો વહાણવટાનો ઇતિહાસ લેખક શિવપ્રસાદ રાજગોરના મહાનિબંધ પરથી ટૂંકાવીન્ો એમણે પોત્ો ત્ૌયાર કરેલું પુસ્તક છે. વિષયની દ્રષ્ટિએ તો ઇતિહાસનું પુસ્તક હોવાન્ો લીધે પણ એનું મહત્ત્વ ઘણું વધારે છે પરંતુ આંખે ઊડીન્ો વળગ્ો એવી બાબત એ છે કે લેખકે પોતાનું આ પુસ્તક ભારતીય વહાણવટાના વિકાસમાં જેમનું અનન્ય પ્રદાન છે ત્ો સિંધિયા સ્ટીમ ન્ોવિગ્ોશન કંપનીના સુકાની તથા ભારતના નારીરત્ન શ્રીમતી સુમતિબ્ોન મોરારજીન્ો સાદર અર્પણ કર્યું છે. સુમતિબ્ોન મોરારજીએ ૧૯૨૩માં માત્ર ૧૪ વર્ષની ઉંમરે શીપિંગ કંપનીનો વહીવટ સંભાળ્યો હતો એ ઘટનાએ ૧૦૦ વર્ષ પ્ાૂરા થઈ રહૃાાં છે. સુમતિબ્ોન મથુરાદાસ ગોકુલદાસના લગ્ન શાંતિકુમાર નરોત્તમ મોરારજી સાથે થયાં હતા. શીપિંગ ઉદ્યોગના પ્રથમ ભારતીય મહિલા અન્ો વહાણ માલિકોના સંગઠનના વિશ્ર્વમાં પ્રથમ મહિલા પ્રમુખ હોવાનું ગૌરવ સુમતિબ્ોનના નામે છે.
ગુજરાત એક દર્શન, ગુજરાતની કેળવણીનો ઈતિહાસ, અર્વાચીન ગુજરાતનો રાજકીય અન્ો સાંસ્કૃતિક ઈતિહાસ જેવા પુસ્તકો આપી ચૂકેલાં લેખકની કલમે ગુજરાતના વહાણવટાનો ઈતિહાસ લખાયો છે. મૂળ ભાવનગરના વતની એવા લેખકે પોતાના વતનની એક બંદર તરીકેની જાહોજલાલી નજરોનજર જોઈ હતી. એ વર્ષોનું કુત્ાૂહલ મનમાં રમતું રહૃાું. સમયાવકાશે, ૧૯૭૧માં આ વિષયે પીએચ.ડી.નો મહાશોધનિબંધ સૌરાષ્ટ્ર યુનિ.માં રજૂ કર્યો અન્ો આખરે ગુજરાત સરકાર, સિંધિયા સ્ટીમ ન્ોવિગ્ોશન કંપની સહિતની અન્ોક સંસ્થાઓના સાથસહકારથી આ પુસ્તક પ્રગટ થયું હતું.
૨૬૪ પાનાનાં ફલક પર વિસ્તરેલું આ પુસ્તક ગુજરાતના વહાણવટાના ઇતિહાસની સિલસિલેબંધ વિગતો સમાવીન્ો બ્ોઠું છે. ગુજરાતનો કિનારો અન્ો વહાણવટું એવા પહેલા પ્રકરણથી શરૂ થતી આ વાત જહાજી ઉદ્યોગ સુધી વિસ્તરે છે. પુસ્તક્ધો અંત્ો આ મહાનિબંધ માટે ઉપયોગમાં લીધેલા વિવિધ ભાષાના સંદર્ભગ્રંથોની નવેક પાનાની સંદર્ભ સ્ાૂચિ અન્ો શબ્દસ્ાૂચિ પણ આમેજ કરી છે. પ્રાગ્ૌતિહાસિક અન્ો ઐતિહાસિક કાળમાં ગુજરાત-ઈરાક, સિંધુ સંસ્કૃતિ, ગુજરાત-લોથલ, બાઈબલ, બૌદ્ધ સાહિત્ય અન્ો સિલોન વિશે રસપ્રદ વિગતો સમાવી છે. એ પછી મૌર્ય, ક્ષત્રપ, ગુપ્ત, વલભી, રજપ્ાૂત, મુસ્લિમ, મોગલ, મરાઠા, અંગ્રેજી અન્ો છેલ્લે આઝાદ ભારતમાં ગુજરાતનું વહાણવટું વિશે વિવિધ પ્રકરણો લખાયાં છે. વહાણવટું માટે જરૂરી એવા વહાણો અન્ો એના વિવિધ સમયકાળમાં ઉલ્લેખાયેલા પ્રકારો, વહાણના કર્મચારીઓ વિષયક પરિચય અન્ો વિવિધ પ્રજાઓ સાથેના સંપર્કન્ો લીધે એના ઉચ્ચાર અન્ો ઓળખમાં આવેલા ફેરફારો વિશે પણ વિશદ્ ચર્ચા કરી છે. લેખક લખે છે કે કચ્છ-સૌરાષ્ટ્રના વહાણોમાં કોટિયા, ગંજો, નાવડી, પડાવ, મછવા અન્ો દંગી મુખ્ય છે. જે મોટાભાગ્ો મલબારી સાગમાંથી બનાવાય છે. તળ ગુજરાતમાં બત્ોલા- ધાઉ અન્ો મછવા પ્રકારના સપાટ તળિયાવાળા વહાણો હોય છે.
આમુખમાં હરિપ્રસાદ શાી નોંધે છે કે, લેખકે લખેલાં ઇતિહાસ વિષયક અન્ોકવિધ પુસ્તકોમાં આ પુસ્તક સહુથી મહત્ત્વનું છે. લેખકે પ્રાસ્તાવિક પ્રકરણમાં ગુજરાતના દરિયા કિનારાનો ભૌગોલિક પરિચય આપી પછીના દસ પ્રકરણોમાં ઉત્તરોત્તર કાળ દરમિયાન ગુજરાતમાં વહાણવટું કેવી રીત્ો ખીલ્યું હતું એનો ઐતિહાસિક પરિચય પુરાવશેષો, સંસ્કૃત, પાલિ, પ્રાકૃત, વિદેશી પ્રવાસીઓના ઉલ્લેખો, અરબી ફારસી તવારીખ, જૂની ગુજરાતી તથા અર્વાચીન ગુજરાતીનું સાહિત્ય, સરકારી અહેવાલો, ઈત્યાદિ અન્ોકવિધ સાધનસામગ્રીના આધારે આલેખ્યો છે.
ગુજરાતના વહાણવટાનો આટલો વિગતવાર અન્ો સિલસિલાબંધ ઈતિહાસ અગાઉ ભાગ્યે જ લખાયો છે. ઇતિહાસના પ્રકરણો પછી ત્રણ પ્રકરણોમાં વહાણોના પ્રકારો, વહાણોના કર્મચારીઓ અન્ો જહાજી ઉદ્યોગ વિશે જે વિપુલ માહિતી આપવામાં આવી છે એ આ વિષય અંગ્ો ખાસ ઉપયોગી નીવડે એમ છે. છેલ્લા પ્રકરણમાં દેશના અન્ય પ્રદેશોમાં વીસ લાખ અન્ો આફ્રિકાથી માંડીન્ો અમેરિકા સુધીના અન્ય દેશોમાં છ લાખ ગુજરાતીઓ વસ્ો છે ત્ોની જે વિગતો આપવામાં આવી છે એનો સીધો વહાણવટા સાથે કોઈ સંબંધ ન હોવા છતાં ગુજરાતીઓના સ્થાનાંતર અન્ો નિવાસ વિશેની એક વિશિષ્ટતા પર ખાસ્સો પ્રકાશ ફેંકે છે.
ગુજરાતન્ો કુદરત્ો લાંબો દરિયાકિનારો આપ્યો છે. ગુજરાતીઓમાં વેપાર અન્ો વહાણવટાની કુન્ોહ અન્ો સાહસિકતા ખીલેલી છે એ સંદર્ભમાં ગુજરાતના વહાણવટા વિશે હજુ ઘણું વિપુલ સાહિત્ય અપ્ોક્ષિત હોય જ. છતાં લેખકે આ વિષય પર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યન્ો ધ્યાનમાં રાખીન્ો આપ્ોલું આ પુસ્તક ગુજરાતના ઈતિહાસ અન્ો એની વેપાર તથા સાહસ વિશે ચોક્કસ અમૂલ્ય ઉમેરણ છે એમાં લગીરેય મિનમેખ નથી. આ માટે લેખક અન્ો એમન્ો સહાયક નીવડેલા સૌ કોઈ અભિનંદનન્ો પાત્ર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.