IT વિભાગનું મેગા ઓપરેશન: પોલીટીકલ પાર્ટીને ફંડિંગ મામલે ગુજરાત સહીત દેશભરમાં 100 થી વધુ સ્થળોએ દરોડા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બુધવારની સવારે આવકવેર વિભાગે પોલીટીકલ પાર્ટીઓને ફંડ આપવામાં થયેલ કર ચોરી મામલે એક સાથે દેશભરના અનેક સ્થળોએ દરોડા પડી સપાટો બોલાવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અમદવાદ સહીત આવકવેરા વિભાગે દેશના અલગ અલગ રાજ્યોમાં 100 થી વધુ જગ્યાએ દરોડા પડ્યા છે. આ કાર્યવાહીમાં અર્ધલશ્કરી દળોના જવાનોને સાથે રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યમાં 30 થી 40 જગ્યાએ આવકવેરા વિભાગ ત્રાટક્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, દરોડા પાડવા માટે આવકવેરા અધિકારીઓ સવારે 6.30 વાગ્યે અલગ-અલગ સ્થળોએ પહોંચી ગયા હતા. રાજકીય પક્ષના નામે ફંડિંગ ઉઘરાવવામાં થયેલા કોભાંડ અંગે તપાસ કરવા આ દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશમાં લગભગ બે ડઝન સ્થળો પર દરોડા પાડ્યા છે. રાજકીય પાર્ટીઓને મળેલા દાનમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.
હાલ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને ગુજરાતના અલગ અલગ સ્થળો પર તપાસ ચાલુ છે. આ કાર્યવાહી નાના રાજકીય પક્ષો સાથે સંબંધિત છે. મળતી માહિતી મુજબ નાની રાજકીય પાર્ટીઓ લોકો પાસેથી ડોનેશન લઇ અને બાદમાં રોકડ રકમ પરત કરતી હતી, આમ કાળા નાણા વ્હાઈટ કરવાના ગોરખ ધંધો ચાલતો હતો.ચૂંટણી પંચના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે તે ઘણા ઉદ્યોગપતિઓ પણ આવકવેરા વિભાગના નિશાના પર છે જેમણે એન્ટ્રી ઓપરેટરો દ્વારા રાજકીય પક્ષોને દાન આપ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં 53 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે મિડ-ડે મીલના કારોબારીઓ પર પણ દરોડા પાડ્યા છે. અર્ધલશ્કરી દળોને સાથે રાખી દિલ્હી અને દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાના રાજકીય પક્ષોની ઓફિસો અને સ્થાનિક નેતાઓના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ નાના રાજકીય પક્ષો પાછળ કોઈ મોટા રાજકીય પક્ષના કોઈ વ્યવહાર છે કે કેમ તેની તપાસ આઈટી ટીમ કરી રહી છે. આ સાથે આ નાની પાર્ટીઓને ક્યાંથી અને કેટલું દાન આવે છે તેની પણ તપાસ ચાલી રહી છે.
આવકવેરા વિભાની એક ટીમ વહેલી સવારે અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં તપાસ કરવા પહોંચી હતી. તપાસને પગલે વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને રજા આપીને દેવામાં આવી છે. તાજેતરમાં સિલ્વર ઓક યુનિવર્સિટીને માન્યતા મળી છે. માન્યતા મળતાં જ અનેક નવા કોર્સ શરૂ કરીને સંખ્યાબંધ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યાં હતાં, જેને કારણે કોલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. એને કારણે જ આજે આ કેમ્પસમાં આવકવેરા વિભાગની ટીમ પહોંચી હોવાની શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.