IT વિભાગના દરોડા: મોરબીના ક્યુટોન સિરામિકના 350 કરોડના બેનામી વ્યવહાર પકડાયા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Morbi: આવકવેરા વિભાગે મંગળવારે મોરબીમાં ક્યુટોન સિરામિકમાં(Qutone ceramic) દરોડા પાડ્યા હતા. મંગળવારથી શરૂ થયેલી તપાસ હજુ સતત ચાલુ રહી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આવકવેરા વિભાગે અત્યાર સુધીની તપાસમાં રૂ.૩50 કરોડના બેનામી વ્યવહારો પકડી પડ્યા છે. આ ઉપરાંત રૂ.1 કરોડ રોકડા, રૂ. 2 કરોડની જ્વેલરી ઝડપાઈ છે. હજુ તપાસ ચાલુ હોય હજુ બેનામી વ્યવહારો ઝડપાઈ તેવી સંભાવના છે. આ મેગા રેડમાં 200 અધિકારીઓ જોડાયા છે.
મોરબી ઉપરાંત રાજકોટ, અમદાવાદ, રાયપુર અને મુંબઇમાં આવેલી કંપનીની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટમાં ડી.એસ. ફાઇનાન્સ, બિલ્ડકોન ગેલેરી, પટેલ ગ્રેનાઇટ, ઓસ્કાર સેનેટરી વેર્સ, ડેસ્ટિની વિટ્રિફાઈડ સહિતના સ્થળોએથી મળી આવ્યા છે. રાજકોટ અને મોરબી મળી કુલ 25 સ્થળે તપાસ કરવામાં આવી હતી. જ્યારે તપાસ માટે મુંબઇ ગયેલી ટીમ હજુ પરત ફરી નથી. રાયપુરમાં તપાસ કરવામાં આવી રહી છે. ક્યુટોન
સિરામિક છેલ્લા કેટલાય સમયથી અંડર બિલિંગ કરીને ટેક્સચોરી કરતું હતું. આવકવેરા વિભાગને આ અંગેની 6 મહિના પહેલા થઈ બાતમી મળી હતી. ત્યાર બાદ આવકવેરા વિભાગે તપાસ કરી બાતમીની ખરાઈ કરી હતી. આ રેડના સમગ્ર આયોજનને ગુપ્ત રાખવામાં આવ્યું હતું. રેડ પૂર્વે બધા અધિકારીઓને અમદાવાદ એકઠા કરાયા હતા. ત્યાર બાદ તમામ અધિકારીને રાજકોટ લાવવામાં આવ્યા હતા. ત્યાંથી ગત મંગળવારે વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું. સર્ચ ઓપરેશનના 5 કલાક બાદ બેનામી વ્યવહારો મળવાનું શરૂ થયું હતું. જપ્ત કરાયેલા દસ્તાવેજોની ચકાસણી કરવા માટે ખાસ ટીમ બનાવાઇ છે. અત્યાર સુધીની તપાસમાં દેશભરમાં બેનામી વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.