આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પાર્ટીના સીએમ પદના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર કેજરીવાલે ઈસુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર ઘોષિત કર્યા છે. નોંધનીય છે કે 29 ઓક્ટોબરના સુરતમાં પ્રેસ કોન્ફેરેન્સ કરીને લોકોને સીએમ તરીકે કયા નેતાને જોવા માગે છે એવો સવાલ કર્યો હતો અને સર્વેક્ષણ બાદ તેમણે ઈસુદાન ગઢવીના નામની ઘોષણા કરી છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. પંજાબના જનતાએ સીએમ ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આગળ આવી રહી છે. 16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.