ISROએ રવિવારે સવારે 9.18 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં (SDSC) સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેનું પ્રથમ નવું રોકેટ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) D1 લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટ સાથે આઝાદીસેટ સેટેલાઇટ મોકલવામાં આવ્યો છે. તેના 75 પેલોડ દેશભરની 75 ગ્રામીણ સરકારી શાળાઓના 750 વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. શ્રીહરિકોટામાં લોન્ચિંગ સમયે ડિઝાઇનિંગ ગર્લ્સ પણ હાજર રહી હતી.

 

ISROના વડા એસ. સોમનાથે જણાવ્યું હતપં કે કન્ટ્રોલ સેન્ટર ડેટા લિંક મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. EOS02 એ પૃથ્વી ઓબ્ઝરવેશન સેટેલાઈટ છે, જે 10 મહિના સુધી અવકાશમાં કાર્યરત રહેશે. આ સેટેલાઈટનું વજન 142 કિલો છે અને તેમાં મધ્યમ અને લાંબી વેવલેન્થ ઈન્ફ્રારેડ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે રાત્રે પણ મોનિટર કરી શકે છે.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં SpaceKidz ઈન્ડિયાનો સ્ટુડન્ટ સેટેલાઇટ AzadiSat પણ મોકલવામાં આવ્યો છે. આઝાદીસેટ એક સહ-યાત્રી ઉપગ્રહ છે. સેન્ટ ફ્રાન્સિસ ગર્લ્સ હાઈસ્કૂલ, તેલંગાણાની વિદ્યાર્થીની શ્રેયાએ કહ્યું – અમારી શાળાના ત્રણ જૂથોએ આ SSLV લોન્ચમાં ભાગ લીધો છે. મને ખૂબ જ આનંદ છે કે અમને આ તક મળી છે. અમે ખરેખર આના પર સખત મહેનત કરી છે અને આજે અમે આઝાદીસેટ ઉપગ્રહના પ્રક્ષેપણના સાક્ષી બન્યા છીએ.

Google search engine