ઈસરોને નાના ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂકવામાં નિષ્ફળતા

દેશ વિદેશ

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ): ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનેઈઝેશન (ઈસરો)નું નાના ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂકવા ‘સ્મોલ સેટેલાઈટ લૉન્ચ વેહિકલ-એસએસએલવી ડી વન’ની મદદથી રવિવારે હાથ ધરાયેલું મિશન નિષ્ફળ ગયું હતું. મિશનના અંતિમ તબક્કામાં ‘ડેટા લૉસ (નુકસાન)’ થયું હતું, એમ ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું હતું.
ઉપગ્રહો ગોળાકારને બદલે લંબગોળ ભ્રમણકક્ષામાં મૂકવા પડ્યા હતા અને અંતે તે નકામા થઈ ગયા હતા.
એસએસએલવી-ડી વન/ઈઓએસ ટૂ અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઈટ અને સ્ટૂડન્ટ સેટેલાઈટ લઈને જઈ રહ્યું હતું.
એસએસએલવી-ડી વને અગાઉના તમામ તબક્કામાં સારી કામગીરી બજાવી હતી, પરંતુ અંતિમ તબક્કામાં ‘ડેટા લૉસ (નુકસાન)’ થયું હતું, એમ તેમણે કહ્યું હતું.
પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કામાં એસએસએલવી-ડી વને યોગ્ય કામગીરી બજાવી હતી અને ત્યાર બાદ તે અલગ થયા હતા, પરંતુ મિશનના અંતિમ તબક્કામાં ‘ડેટા લૉસ (નુકસાન)’ થયું હતું, જેને કારણે મિશન નિષ્ફળ ગયું હતું, એમ તેમણે કહ્યું હતું. સાડાસાત કલાકના કાઉન્ટડાઉન બાદ ૩૪
મીટરની ઊંચાઈ ધરાવતું એસએસએલવી ડી વન રવિવારે સવારે ૯:૧૮ વાગે વાદળીયા વાતાવરણ વચ્ચે ઉપગ્રહોને નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકવા રવાના થયું હતું.
આ મિશનનો મુખ્ય આશય નાના સેટેલાઈટને ભ્રમણકક્ષામાં મૂકવાના બજારમાં મોટો હિસ્સો મેળવવાનું હતું, કેમ કે તે સેટેલાઈટને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મૂકી શકે છે.
ઈસરોએ જણાવ્યું હતું કે કમિટી આજની ઘટનાની સમીક્ષા કરશે અને એ મુદ્દે ભલામણ કરશે અને આ ભલામણોનો અમલ કરીને ઈસરો જલદી જ એસએસએલવી-ડી ટૂ સાથે આવશે. એસએસએલવી-ડી વને ૩૫૬ કિ.મી.ની ગોળાકાર ભ્રમણકક્ષાને બદલે ૩૫૬ બાય ૭૬ કિ.મી.ની લંબગોળ ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. આ કારણે ઉપગ્રહો નકામા થઈ ગયા હતા. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.