Homeદેશ વિદેશઈસરો આજે નવ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં મૂકશે

ઈસરો આજે નવ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં મૂકશે

ચેન્નઈ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો) શનિવારે પીએસએલવી-સી૫૪ની મદદથી શ્રીહરિકોટા અવકાશ મથકેથી અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઈટ-ઓશનસેટ અને અન્ય આઠ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકશે.
શ્રીહરિકોટાસ્થિત સતીશ ભવન સ્પેસ સેન્ટર ખાતેથી નવ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવાની ઊલટી ગણતરી (કાઉન્ટ ડાઉન) શુક્રવારે સવારે ૧૦:૨૬ વાગ્યે શરૂ થઈ ગયું હતું. શનિવારે સવારે ૧૧:૫૬ વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટરસ્થિત લૉન્ચપેડથી આ નવ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મોેકલવામાં આવશે. મુખ્ય ઉપગ્રહ ઓશનસેટને પ્રથમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, જ્યારે બાકીના આઠ નાના ઉપગ્રહને ગ્રાહકોની જરૂરિયાત મુજબ જુદી જુદી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
૩૨૧ ટન વજન ધરાવતા પીએસએલવી-સી૫૪ની મદદથી આ નવે ઉપગ્રહને ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવશે.
પીએસએલવી-એક્સએલ શ્રેણીની આવૃત્તિનું આ ૨૪મું ઉડ્ડયન હશે. ઈસરોના વિજ્ઞાનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલું આ સૌથી લાંબુ મિશન છે.
આ મિશન દરમિયાન પીએસએલવી-સી૫૪ની મદદથી ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકવા બે ઓર્બિટ ચૅન્જ થ્રસ્ટર્સ (ઓસીટી)નો ઉપયોગ કરવામાં આવશે.
અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઈટ-ઓશનસેટ ઓર્બિટ-વનમાં અને બાકીના ઉપગ્રહો ઓર્બિટ-ટૂમાં છૂટા પડે તેવી અપેક્ષા છે.
પીએસએલવી-સી૫૪ના ઉડ્ડયનની ૨૦ મિનિટ બાદ તે ૭૪૨ કિમીની ઊંચાઈએ પહોંચશે ત્યાર બાદ મુખ્ય સેટેલાઈટ ઓશનસેટને પ્રથમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
ઓશનસેટને પ્રથમ ભ્રમણકક્ષામાં મૂક્યા બાદ પીએસએલવી-સી૫૪ ૫૧૬ કિમીથી ૫૨૮ કિમીની ઊંચાઈ વચ્ચે અન્ય સેટેલાઈટને ભ્રમણકક્ષામાં તરતા મૂકશે.
નવ ઉપગ્રહમાંનો છેલ્લો ઉપગ્રહ ૫૨૮ કિમીની ઊંચાઈએ ભ્રમણકક્ષામાં તરતો મૂકવામાં આવશે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular