જોશીમઠ અંગેનું અત્યંત ડરામણું સત્ય સામે આવ્યું છે. માત્ર 12 દિવસમાં જોશીમઠની જમીન 5.4 સેમી નીચે જમીનમાં ધસી ગઈ છે. ઇસરોએ સેટેલાઇટ તસવીરો પરથી આ વાતનો ખુલાસો કર્યો છે. જોશીમઠમાં ભૂસ્ખલન બાદ ઈસરોએ સેટેલાઇટ તસવીરો જાહેર કરી છે, જે ખૂબ જ ભયાનક છે. ઈસરોની તસવીરો દર્શાવે છે કે જોશીમઠ પર છેલ્લા લગભગ 9 મહિનાથી ખતરો મંડરાતો હતો, જે છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપથી વધી રહ્યો છે. ઈસરોની તસવીરો પરથી લાગે છે કે જો ભૂસ્ખલન રોકવામાં નહીં આવે તો જોશીમઠના અસ્તિત્વ પર મોટો ખતરો ઉભો થઈ જશે.
હાલમાં, ISROના સેટેલાઇટ ચિત્રો જોશીમઠની શરૂઆતથી લઈને ભયાનક અંત સુધીની વાર્તા કહી રહ્યા છે. તસ્વીરો મુજબ જોશીમઠ શહેર તૂટી પડવાની પ્રક્રિયા એપ્રિલમાં શરૂ થઈ હતી.
પહેલા જોશીમઠની ધરતી ધીમે ધીમે જમીનની અંદર જવા લાગી. નીચે ઉતરવાની ગતિ એટલી ધીમી હતી કે લોકોને ખતરાની ખબર પણ ન પડી. શરૂઆતના 7 થી 8 મહિનાની વચ્ચે, જોશીમઠની જમીન લગભગ 8.9 સેમી જેટલી જમીનમાં ધસી ગઈ. ISROના ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે શહેર 27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરીની વચ્ચે જોશીમઠની જમીન ઝડપથી ધસી ગઇ હતી માત્ર 12 દિવસમાં જમીન 5.4 સેમી ધસી ગઈ હતી, જ્યારે છેલ્લા સાત મહિનામાં 8.9 સેમી ધસી ગઈ હતી.
જ્યારે જમીન ધસી જવાની ઝડપ વધી ત્યારે શહેરની જમીન અને ઈમારતોમાં ખરાબ રીતે તિરાડો પડી ગઈ હતી. વહીવટીતંત્ર અને સરકાર આ ઘટનાથી અજાણ રહી હતી. જોકે, ભયના છાયામાં રહેતા લોકોએ અવાજ ઉઠાવતાં વહીવટીતંત્ર જાગ્યું હતું અને લોકોનું સ્થળાંતર અને સર્વેની કામગીરી શરૂ કરી હતી. હાલમાં જોશીમઠમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. વૈજ્ઞાનિકોની ટીમ સંકટ પર નજર રાખી રહી છે. કેન્દ્ર સરકાર પણ દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. વિશેષ વૈજ્ઞાનિકોની એક ટીમ ખાસ તપાસ કરી રહી છે કે જોશીમઠ સિવાય અન્ય કેટલા વિસ્તારો આ સંકટની ઝપેટમાં આવી શકે છે.