Homeમેટિનીઇઝરાયલી સિરીઝ ફૌદાનું પ્રીમિયર IFFI માં યોજાયું

ઇઝરાયલી સિરીઝ ફૌદાનું પ્રીમિયર IFFI માં યોજાયું

દિલ ચાહતા હૈ -પાર્થ દવે

યહૂદીઓનો નાનકડો દેશ ઇઝરાયેલ ઘણાં કારણોસર જાણીતો છે. ઇઝરાયેલના કમાન્ડો અને જાસૂસી ઓપરેશન આખી દુનિયામાં જાણીતા છે. ખાસ કરીને દેશની ખૂફિયા એજન્સી મોસાદના એજન્ટોની મિસાલ આખી દુનિયામાં આપવામાં આવે છે. આ પ્રકારના મિશન પર આધારિત ફૌદા નામક સિરીઝ ખાસ્સી લોકપ્રિય છે. તેમા ઇઝરાયલી સેનાના અન્ડરકવર કમાન્ડો યૂનિટની વાત છે, જેના સભ્ય પોતાને ફિલિસ્તીની સમુદાયમાં ભેળવી દે છે, ખૂફિયા જાણકારી એકઠી કરે છે અને આંતકવાદી હુમલાઓને રોકે છે. ફૌદાની પહેલી સીઝન ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. મૂળ તે ટેલિવીઝન સિરિયલ છે, જેના રાઈટ્સ બાદમાં નેટફ્લિક્સે ખરીદ્યા અને ૨૦૧૬માં રિલીઝ કરી.
ઇઝરાયલી ઍક્ટર અને સ્ક્રીનરાઇટર લિયોર રઝે આ સિરીઝ ક્રિએટ કરી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સમાં કામ કરતા ડોરોન કેવિલિઓનું પાત્ર પણ લિયોર રઝે જ ભજવ્યું છે. ફૌદાની ચોથી સીઝનનું પ્રીમિયર ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં રજૂ થઈ. તેમાં લિયોર રઝ અને એવી ઇસ્સેશરોફ હાજર રહ્યા હતા. ફેસ્ટિવલમાં ફૌદા સિરીઝની ચોથી સીઝનનો પહેલો એપિસોડ પણ રજૂ કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, ફૌદા પરથી જાણીતા ડિરેક્ટર સુધીર મિશ્રા તથા સચિન ક્રિશનને તનાવ નામક હિન્દી સિરીઝ બનાવી છે, જે સોની લિવ પર ૧૧મી નવેમ્બરે રિલીઝ થઈ છે. તનાવ, ફૌદાનું ભારતીયકરણ છે, જેમાં માનવ વીજ, અરબાઝ ખાન, ડાનિશ હુસ્સૈન અને રજત કપૂર સહિતના કલાકારો છે.
———
મેજર ફેમ અદિવિ શેષની
હિટ – ધ સેક્ધડ કેસ આજે થિયેટરોમાં
‘બાહુબલી’ અને ‘મેજર’ જેવી ફિલ્મોથી જાણીતાં બનેલા તેલુગુ અભિનેતા અદિવી શેષની ફિલ્મ ‘હિટ- ધ સેક્ધડ કેસ’ આજે સિનેમાઘરોમાં થઈ રહી છે. આ ઍક્શન-થ્રિલર ફિલ્મમાં અદિવી ક્રિષ્ના દેવ નામના પોલીસ ઓફિસરના રોલમાં છે, જેની સામે એક સાઈકોપેથ કિલરને પકડવાનો પડકાર હોય છે. આ કિલર મહિલાઓને ટોર્ચર કરીને તેમનું મર્ડર કરતો હોય છે જેનાથી આખા શહેરમાં ખળભળાટ મચી જાય છે. અદિવી શેષ ઉપરાંત, આ ફિલ્મમાં મિનાક્ષી ચૌધરી, રાવ રમેશ, કોમલે પ્રસાદ, શ્રીકાંત મગનાતી જેવા કલાકારો છે. આ ફિલ્મનું નિર્દેશન શૈલેષ કોલાનુએ કર્યું છે જેમણે આ પહેલા ‘હિટ- ધ ફર્સ્ટ કેસ’ બનાવી હતી. પહેલા ભાગમાં વિશ્ર્વક સેન લીડ રોલમાં હતો. આ જ ફિલ્મની રિમેક તાજેતરમાં એ જ ડિરેક્ટરે બનાવી હતી જેમાં રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં હતા.આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. ‘હિટ- ધ સેક્ધડ કેસ’નું નિર્માણ લોકપ્રિય સાઉથ અભિનેતા નાનીએ કર્યું છે. અદિવી શેષે ટ્રેલર લોન્ચ દરમિયાન એવું પણ જણાવ્યું હતું કે તે ‘હિટ’ ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગમાં પણ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે તેલુગુ અને હિન્દી બંને ભાષામાં રિલીઝ થયેલી ‘મેજર’ ફિલ્મથી અદિવી શેષની લોકપ્રિયતામાં વધારો થયો છે. આ ફિલ્મમાં અભિનેતાએ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનનો રોલ ભજવ્યો હતો, જેઓ ૨૦૦૮ મુંબઈ અટેકમાં શહીદ થયા હતા. ‘મેજર’નું સ્ક્રિનિંગ તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલા ૫૩મા ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પણ કરવામાં આવ્યું હતું.
———–
એંશી-નેવુંના દાયકાના વિન્ટેજ કલાકારો એકસાથે
૮૦ અને ૯૦ના દાયકાના લોકપ્રિય કલાકારો એકસાથે તેમના જૂના નેમ ઍન્ડ ફેમ સાથે જોવા મળવાના છે. મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ, સની દેઓલ, સંજય દત્ત જેવા અભિનેતા ‘બાપ ઓફ ઓલ ફિલ્મ્સ’માં સાથે જોવા મળશે. જોકે આ ટાઇટલ હજુ ફાઇનલ નથી થયું. અત્યારે રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અહમદ ખાન કરી રહ્યા છે, જેમણે અગાઉ બાગી ૩, હિરોપંતી ૨ જેવી ફિલ્મો બનાવી છે. આ એક્શન-પેક્ડ ફિલ્મનો ફર્સ્ટ લુક તાજેતરમાં જ રિલીઝ થયો છે. ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી યેડા ભગત, સંજય દત્ત બલ્લુ, જેકી શ્રોફ જય કિશન અને સની દેઓલ અર્જુનના રોલમાં જોવા મળશે. આ ચારેય કલાકારોના રાઉડી લુકથી ફિલ્મ માટે દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. સંજય દત્તે આ ફિલ્મનું પોસ્ટર શેર કરીને લખ્યું છે કે, ‘બાપ ઓફ ઓલ ફિલ્મ્સ. શૂટ ધમાલ, દોસ્તી બેમિસાલ.’ આ ફિલ્મનું અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular