અફઘાનિસ્તાન: કાબુલમાં ગુરુદ્વારા પર આતંકવાદી હુમલો, ઘણા શીખ અંદર ફસાયા

દેશ વિદેશ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ગુરુદ્વારા પર સશસ્ત્ર બંદૂકધારીઓ દ્વારા ફાયરિંગ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થવાની આશંકા છે.
ગુરુદ્વારા પ્રમુખ ગુરનામ સિંહે જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ અચાનક ગુરુદ્વારામાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગની બીજી બાજુ છુપાઈ ગયા હતા. ગુરુદ્વારાની અંદર ઓછામાં ઓછા 25 લોકો ફસાયેલા છે. તાજા સમાચાર મુજબ ગુરુદ્વારાના મુસ્લિમ ગાર્ડનું મોત નીપજ્યું છે જ્યારે બે હોસ્પિટલમાં દાખલ છે.

Explosions heard in Karte Parwan area of Kabul city. Details about the nature and casualties of this incident are not yet known: Afghanistan's TOLOnews

— ANI (@ANI) June 18, 2022

“>

અહેવાલો અનુસાર, પરિસરની અંદર બે વિસ્ફોટ થયા હતા અને ગુરુદ્વારાની બાજુમાં આવેલી કેટલીક દુકાનોમાં આગ લાગી હતી. ઓછામાં ઓછા બે હુમલાખોરો ગુરુદ્વારા સંકુલની અંદર હોવાનું માનવામાં આવે છે અને તાલિબાન લડવૈયાઓ તેમને જીવતા પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કાબુલ ગુરુદ્વારા પર હુમલો કરનાર બંદૂકધારી સંભવતઃ તાલિબાનના હરીફ Daesh જૂથના હતા. તાલિબાન લડવૈયાઓ સ્થળ પર પહોંચી ગયા છે અને તેમની વચ્ચે લડાઈ ચાલુ છે. ગુરુદ્વારાને નુકસાન થયું છે અને ચાર શીખો ગુમ છે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે કાબુલમાં પવિત્ર ગુરુદ્વારા પર થયેલા હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને આગળની ઘટનાઓ વિશે વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે ગુરુદ્વારા કર્તે પરવાન પરના કાયરતાપૂર્ણ હુમલાની તમામે નિંદા કરવી જોઈએ. અમને હુમલાના સમાચાર મળ્યા ત્યારથી અમે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારી પ્રથમ અને મુખ્ય ચિંતા સમુદાયના કલ્યાણની છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.