ઓન-સ્ક્રીન દીકરીનો બેબી બમ્પ સાથેનો વીડિયો થયો વાયરલ
સુપરહિટ ફિલ્મ ‘દ્રશ્યમ 2’માં બોલિવૂડ એક્ટર અજય દેવગનની દીકરીનો રોલ કરનાર અભિનેત્રી ઈશિતા દત્તાના ઘરે ખુશીઓ આવવાની છે . અભિનેત્રીના ઘરમાં બાળકની કિલકારીઓ ગુંજવાની છે. જોકે, ઈશિતાએ પોતે ક્યારેય આ વાતનો ઉલ્લેખ કર્યો નથી અને ન તો તેની પ્રેગ્નન્સી સાથે જોડાયેલી કોઈ પોસ્ટ શેર કરી છે. પરંતુ તાજેતરમાં તેનું આ રહસ્ય બધાની સામે આવ્યું હતું. ઈશિતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ ઈશિતા દત્તા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાતો હતો. એક્ટ્રેસનો વીડિયો જોયા બાદ તેના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં અભિનેત્રીએ બ્રાઉન કલરનો લાંબો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઈશિતાએ મોટા સ્મિત સાથે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આ દરમિયાન તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ જોઈ શકાતો હતો.
View this post on Instagram
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇશિતા તેના માતા બનવાના સમાચાર જાહેર કરવા માંગતી ન હતી. કરવા ચોથના વ્રત દરમિયાન અભિનેત્રીએ પોતાની સાડીમાં પ્રેગ્નન્ટ તરીકે શેર કરેલી તસવીર જોઈને લોકોએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે તે માતા બનવા જઈ રહી છે કે કેમ. જોકે, ત્યારે પણ તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું. વર્ષ 2023 ઈશિતા અને તેના પતિ વત્સલ માટે ઘણું સારું સાબિત થઈ રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, કપલે તેમના નવા ઘરની તસવીરો શેર કરી હતી. અહેવાલોનું માનીએ તો દંપતી એપ્રિલ સુધીમાં તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ જશે. લગ્નના 6 વર્ષ બાદ ઈશિતા માતા બનવા જઈ રહી છે. તેણે 28 નવેમ્બર 2017 ના રોજ જુહુના ઇસ્કોન મંદિરમાં અભિનેતા વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા. બંનેની પહેલી મુલાકાત ‘રિશ્તો કા સૌદાગર-બાઝીગર’ શોના સેટ પર થઈ હતી. બંનેના પ્રેમની શરૂઆત આ સેટ પરથી થઈ હતી.