ICSE બોર્ડના બારમાના રિઝલ્ટ જાહેર, આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ મારી બાજી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ICSE બોર્ડના દસમાના પરિણામ જાહેર થયા બાદ આજે સાંજે પાંચ વાગ્યે બારમાના પરિણામ જાહેર કરવામાં આવશે, એવી સત્તાવાર જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. જોકે, પરિણામ જાહેર થઈ ગયા છે અને આ વખતે પણ દર વર્ષની જેમ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. બારમા ધોરણના પરિણામો જાહેર થઈ ગયા છે જેનું પરિણામ 99.38 ટકા આવ્યું છે. આ વર્ષે 99.52 ટકા વિદ્યાર્થિની પાસ થઈ છે, જ્યારે 99.26 ટકા જેટલા વિદ્યાર્થી પાસ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિદ્યાર્થિનીઓએ બાજી મારી લીધી છે. મહત્ત્વની વાત છે કે સીઆઈસીએસઈએ બારમાની પરીક્ષા 26 એપ્રિલથી 14 જૂન દરમિયાન લેવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ પોતાના પરિણામ જોવા માટે results.cisce.org આ સાઈટ પર જઈ શકે છે. નોંધનીય છે કે દસમાના પરિણામ જાહેર થયા બાદ ICSEના બારમાના વિદ્યાર્થીઓ પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા હતાં.

વિદ્યાર્થિઓ કેવી રીતે જોશે પરિણામ?

ICSE બોર્ડના બારમાના પરિણામ જોવા results.cisce.org આ સાઈટ પર વિઝિટ કરો.
ત્યારબાદ વેબસાઈટનું હોમપેજ ઓપન થશે ત્યાં રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
પછી INDEX નંબર અને UID નંબર દાખલ કરો.

રિઝલ્ટ તમારી સ્ક્રીન પર જોઈ શકશો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.