વિદ્યા બાલન સ્ટારર ધ ડર્ટી પિક્ચર વર્ષ 2011માં આવી હતી અને આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મને લઈને હવે એક સારા સમાચાર આવ્યા છે. એકતા કપૂર પોતાની આ હિટ ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહી છે.

જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળેલી માહિતી અનુસાર સિક્વલ માટે વિદ્યા બાલનની જગ્યાએ તાપસી પન્નુ અથવા કૃતિ સેનનની પસંદગી કરવામાં આવી શકે છે.

આ ફિલ્મ રિલીઝ થયાને 11 વર્ષ થઈ ચૂક્યા છે અને એકતા કપૂર ઘણા સમયથી સિક્વલ બનાવવાની યોજના કરી રહી છે. હાલમાં ફિલ્મના ચાહકો સિક્વલની સત્તાવાર એનાઉન્સમેન્ટની રાહ જોઈ રહ્યા છે.

Google search engine