Homeસ્પેશિયલ ફિચર્સવોટ્સએપ પર કોઈ તમારા મેસેજ વાંચી રહ્યું છે? જાણો આ રીતે...

વોટ્સએપ પર કોઈ તમારા મેસેજ વાંચી રહ્યું છે? જાણો આ રીતે…

વોટ્સએપ આજકાલ લોકો માટે જરુરિયાતની વસ્તુ બની ગઈ છે. આ વોટ્સએપ જેટલું તમારા માટે ફાયદાકારક છે એટલું જ એ કોઈ વખત નુકસાનકારક પણ સાબિત થાય છે. પણ શું ખાતરી કે વોટ્સએપ પર તમે જે મેસેજ મોકલાવી રહ્યા છો એ બીજું કોઈ નથી વાંચતું? જો તમને પણ આ શંકા સતાવી રહી હોય તો આજે આપણે અહીં વાત કરીશું કેટલીક એવી ટિપ્સ વિશે કે જેને અમલમાં મૂકીને તમે સરળતાથી આ વાતની માહિતી મેળવી શકશો.વોટ્સએપ વેબના ફીચરનો ઉપયોગ કરીને કોઈ બીજી વ્યક્તિ સરળતાથી તમારા ચેટ્સ પર નજર રાખી શકે છે અને આ માટે બીજા યુઝરને માત્ર તમારા ફોનનું એક્સેસ અને ઈન્ટરનેટ કનેક્શનની જરુર પડશે. તમે ખૂબ જ સરળતાથી જાણી શકો છો કે કોઈ તમારા વોટ્સએપના ચેટ વાંચી રહ્યું છે કે નહીં. આ માટે તમારે તમારા વોટ્સએપની ડાબી બાજુએ ખૂણામાં દેખાઈ રહેલાં ત્રણ ડોટ પર ક્લિક કરવું પડશે. હવે જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી પાસે અલગ અલગ ઘણા બધા ઓપ્શન જોવા મળશે અને તમારે માત્ર એટલું જ કરવાનું રહેશે કે એમાં લિંક ડિવાઈસ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે એ બધા ડિવાઈસની યાદી આવી જશે જ્યાં જ્યાં તમારું એકાઉન્ટ એક્ટિવ હશે. તમે ચાહો તમારા મોબાઈલ પરથી બાકીના ડિવાઈસ પરથી એકાઉન્ટ લોગ આઉટ પણ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular