Homeફિલ્મી ફંડાશું શુભમન ગિલ સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે?

શું શુભમન ગિલ સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે?

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં ક્રિકેટર શુભમન ગિલ સાથે ડેટિંગના સમાચારોને લઈને સતત ચર્ચામાં છે. બંને ઘણી જગ્યાએ સાથે પણ જોવા મળ્યા છે. તેમના ડેટિંગની ચર્ચાઓ છાશવારે ચમક્યા કરતી હોય છે.
હવે ક્રિકેટર શુભમને અફેરના સમાચારો પર ખુલીને વાત કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર બેટ્સમેન શુભમન ગિલે તાજેતરમાં જ પ્રખ્યાત પંજાબી ચેટ શોમાં ભાગ લીધો હતો. આ લોકપ્રિય શો દરમિયાન શુભમન ગિલને તેની કારકિર્દી તેમજ સારા અલી વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. શુભમને પણ કોઈપણ ખચકાટ વિના દરેક પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ જવાબ આપ્યો હતો.
જ્યારે શુભમનને પૂછવામાં આવ્યું કે બોલીવૂડની સૌથી ફિટ અભિનેત્રી કોણ છે? આના પર શુભમને સારા અલી ખાનનું નામ લીધું હતું. તે જ સમયે જ્યારે શુભમનને પૂછવામાં આવ્યું કે, ‘તમે સારા અલી ખાનને ડેટ કરી રહ્યા છો?’ ત્યારે શુભમનનો આ જવાબ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સારા અલી ખાનને ડેટ કરવા વિશે શુભમને કહ્યું ‘કદાચ’.
અભિનેત્રીનું નામ સાંભળીને શુભમન ગિલ થોડો શરમાઈ ગયો હતો અને હસીને એણે કહ્યું હતું કે- ‘કદાચ તેનો અર્થ હા અને ના બંને છે’. ચેટ શોમાં સારા સાથે ડેટિંગની ચર્ચાનો શુભમન ગિલે ચતુરાઈથી ગોળ ગોળ જવાબ આપ્યો હતા. જોકે, તેણે ઈશારામાં ઘણું બધું કહી દીધું હતું.


નોંધનીય છે કે તાજેતરમાં સારા અલી ખાન અને શુભમન ગિલ એક ફ્લાઈટમાં સાથે જોવા મળ્યા હતા.


આ પહેલા બંને એક રેસ્ટોરન્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ તેમના ડેટિંગના સમાચારને હવા મળી હતી.

તે જ સમયે, શુભમનના આ જવાબે ચાહકોને એક મોટો સંકેત આપ્યો છે કે તેમની વચ્ચે કંઇક તો ખાસ છે.

RELATED ARTICLES

Most Popular