હેડિંગ વાંચીને તમે કન્ફ્યુઝ થઈ જાવ એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈસા’બ અહીંયા આમિર ખાન અને તેની ઓન સ્ક્રીન ડોટર ફાતિમા સના શેખની વાત થઈ રહી છે. બોલીવૂડના આ મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે આમિર ખાને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને એમાં તેની ‘દંગલ’ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
આ ફિલ્મમાં ફાતિમા સના સેખે આમિર ખાનની દીકરીનો રોલ કર્યો હતો. પડદા પર પિતા-પુત્રીના રોલમાં જોવા મળેલી આ જોડીની રિયલ લાઈફમાં અફેરના સમાચાર ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે.
હાલમાં અત્રે ઉલ્લેખનીય છે કે ફાતિમા સના શેખ સાથે પિકલ બોલ રમતા આમિર ખાનનો લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો વાઈરલ થયા બાદથી જ તેમની રિલેશનશિપની વાતોને વધારે હવા મળી હતી. સોશિયલ મીડિયા પર યુઝર્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આમિર ખાન ફાતિમા સાથે ત્રીજી વખત પરણવા જઈ રહ્યો છે.
આમિર અને ફાતિમાના અફેરની અફવાઓ લાંબા સમયથી ચાલી રહી છે. જોકે, બંનેએ અગાઉ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. પરંતુ લેટેસ્ટ વીડિયોમાં આમિર અને ફાતિમા એકબીજાની કંપની ખૂબ જ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.
બુધવારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં આમિર ખાન અને ફાતિમા એક સાથે અથાણા બોલની રમતનો આનંદ લેતા જોઈ શકાય છે.વિડિયોમાં ફાતિમા ગ્રે ટી-શર્ટ સાથે બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે. જ્યારે આમિર ખાન લાલ ટી-શર્ટ સાથે બ્લેક પેન્ટમાં જોવા મળી રહ્યો છે.
આમિર અને ફાતિમાના અથાણા બોલ રમતા વીડિયો પર ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે . એક યુઝરે કમેન્ટ કરી, “મમ્મી નંબર ત્રણ આવી રહી છે. જ્યારે બીજાએ એક કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે “તે ફિલ્મમાં દીકરી હતી, વાસ્તવિકમાં નહીં.” જ્યારે બીજાએ કોમેન્ટમાં લખ્યું કે, લવ બર્ડ્સ.
બીજી બાજું આમિર અને ફાતિમાનો લેટેસ્ટ વાયરલ વીડિયો જોયા પછી ચાહકો કહી રહ્યા છે કે બંને વચ્ચે કંઈક તો છે. જો કે કપલે તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી અને બંનેએ કહ્યું છે કે તેમની વચ્ચે મિત્રતાનો સંબંધ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થયા બાદથી જો મોટા પડદા પરથી ગાયબ થઈ ગયો છે, અને એવું કહેવાઈ રહ્યું છે કે એક્ટરે થોડા સમય માટે બ્રેક લીધો છે.