Homeફિલ્મી ફંડાકાર્તિક ફરી કરશે 'પ્યાર કા પંચનામા' ? આવી મોટી અપડેટ

કાર્તિક ફરી કરશે ‘પ્યાર કા પંચનામા’ ? આવી મોટી અપડેટ

પ્યાર કા પંચનામા ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશનારો કાર્તિક આર્યન રાતોરાત મોટો સ્ટાર બની ગયો હતો. ફિલ્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મેકર્સે બીજો ભાગ પણ રિલીઝ કર્યો હતો અને બોક્સઓફિસ પર તેને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર કાર્તિકને લઈને હવે ત્રીજો ભાગ બનાવવાની યોજના મેકર્સ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ ફિલ્મના દિગ્દર્શક લવ રંજન હતાં અને ફિલ્મના ત્રીજા ભાગ માટે આ જોડી ફરી એક વાર સાથે કામ કરી શકે છે. લવ રંજન હાલમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મને ડિરેક્ટ કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ લવ રંજન અને કાર્તિક પ્યાર કા પંચનામા ફિલ્મના ત્રીજા ભાગ માટે કામ શરૂ કરશે એવી અટકળો પણ છે.

RELATED ARTICLES

Most Popular