Homeટોપ ન્યૂઝટ્રૂ કૉલરનું ભારતીય વર્ઝન લોન્ચ થશે, તો શું હવે ટ્રૂ કૉલર જેવી...

ટ્રૂ કૉલરનું ભારતીય વર્ઝન લોન્ચ થશે, તો શું હવે ટ્રૂ કૉલર જેવી એપનો મૃત્યુ ઘંટ વાગી જશે?

હવે અજાણ્યા કોલ્સથી તમને ટૂંક સમયમાં રાહત મળવા જઈ રહી છે. ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી-ટ્રાઇ ટૂંક સમયમાં જ કેવાયસી આધારિત કોલર આઇડી વ્યવસ્થા લાગુ કરી શકે છે. આ સુવિધા અમલમાં આવ્યા બાદ જો તમારા મોબાઇલ નંબરમાં કોઈ નંબર સેવ કરવામાં નહીં આવ્યો હોય તો પણ એ નંબરની સાથે કોલ કરનાર વ્યક્તિનું નામ તમારા મોબાઇલની સ્ક્રીન પર આવી જશે.

હાલમાં ટ્રુ કોલર નામની એપ તમને આવા અજાણ્યા કોલરની ઓળખ આપે છે, પરંતુ તેમાં પ્રમાણિકતાની કે સત્યતાની સો ટકા આશા રાખી શકાય નહીં. જ્યારે હવે ટ્રાઇ (ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા) કેવાયસી આધારિત કોલર આઇડી સુવિધા શરૂ કરવાનું હોવાથી મોબાઈલ ગ્રાહકોને સો ટકા સાચી માહિતી મળી જશે.

કેવાયસી ડેટા અધિકારીઓને એ જાણવામાં પણ મદદ કરશે કે મોબાઈલ કંપનીઓએ સીમ કાર્ડ આપવા અગાઉ કેવાયસી વેરીફીકેશનની પ્રક્રિયાનો યોગ્ય રીતે અમલ કર્યો છે કે નહીં? જો તેમણે કોઈ શોર્ટકટ અપનાવ્યો હશે તો કોલરની વાત સાચી ઓળખ છતી થઈ શકશે નહીં. એવા સંજોગોમાં મોબાઈલ કંપનીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. મોબાઈલ કોલની સાથે સાથે whatsapp કોલ માટે પણ આ વ્યવસ્થા શરૂ કરવાની ટ્રાઇની યોજના છે.

આ સુવિધા શરૂ થયા બાદ યુઝર્સ ફેક કોલ્સથી બચી શકશે અને તમને કોલ કરનાર વ્યક્તિનું નામ ટ્રાઇના નિયમો અનુસાર ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા કેવાયસી મુજબ ફોન પર આવશે એટલે કે જેના નામનું સીમ હશે તેનું જ નામ સ્ક્રીન પર ડિસ્પ્લે થશે.

જોકે, whatsapp કોલ માટે આ સુવિધા શરૂ કરવામાં થોડી વાર લાગશે, કારણ કે આ મેસેજિંગ એપ સિમ કાર્ડથી જોડાયેલી છે અને યુઝર્સના ફોન નંબર અને whatsappની વચ્ચે એક લિંક હોય છે. લોકો કોમ્પ્યુટરની મદદથી પણ whatsapp કોલ કરી શકે છે એવા સંજોગોમાં સીમકાર્ડ અને whatsapp વચ્ચેની લિંક તૂટી જતી હોય છે. તો એને માટે કોઈ અલગ પદ્ધતિ નક્કી કરવામાં આવશે.

ટ્રાઇની આ યોજના બાદ ભારતમાં સ્વીડિશ ટ્રુ કોલર આઇડી એપનો મૃત્યુ ઘંટ વાગી જશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular