એક વર્ષ કરતા વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષણ ચાલુ છે. ઘણા દેશોએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવાનો પ્રયાસ કર્યો છે. ભારત પણ તેમાંથી એક છે. નોબેલ પ્રાઈઝ કમિટીએ આ યુદ્ધને રોકવાના ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે. નોબેલ કમિટીના ડેપ્યુટી લીડર અસલ તોજેએ કહ્યું હતું, “ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સમજવાનો પ્રયાસ કર્યો હતો. મોદીએ કોઈપણ પ્રકારની ધમકી આપ્યા વિના યુદ્ધના પરિણામો વિશે તેમને મજબૂત સંદેશ આપ્યો હતો. આપણને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આવા નેતાઓની જરૂર છે.”
નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લે તોજેએ વધુમાં કહ્યું છે કે ભારતીય પીએમ નરેન્દ્ર મોદી નોબેલ શાંતિ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર છે. તેમણે કહ્યું છે કે પીએમ મોદી સૌથી વિશ્વાસુ નેતા છે જે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકે છે. તેમણે કહ્યું કે પીએમ મોદી વિશ્વના વડીલ રાજનેતાઓમાંથી એક છે અને શાંતિ માટે સૌથી ભરોસાપાત્ર ચહેરો છે. એસ્લે તોજેએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કહેવા માટે પીએમની પ્રશંસા કરી કે આ યુદ્ધનો યુગ નથી. નોંધનીય છે કે નોબલ શાંતિ પુરસ્કાર એ વ્યક્તિને આપવામાં આવે છે “જેણે દેશોમાં સૈનિકોની તહેનાતી ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા અથવા શાંતિ પ્રસ્તાવોને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.” નોબેલના શાંતિ પુરસ્કાર માટે ભારતીય પીએમની પ્રબળ દાવેદારી એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે.