બોલીવૂડ હાર્ટ થ્રોબ રણબીર કપૂર અને તેની ચુલબુલી પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા-પિતા બનશે. બંનેનો પરિવાર આ પ્રેગનેન્સીને લઇને ઘણો એક્સાઇટેડ છે. ખાસ કરીને નવા માતા-પિતા બનવા જઇ રહેલા આલિયા-રણબીર એટલા ખુશખુશાલ છે કે તેમના દરેક ઇન્ટરવ્યુમાં પેરેન્ટહુડ પર જ વાતો કરે છે.
કેટલાક દિવસો પહેલા એક ઇન્ટરવ્યુમાં રણબીરે જણાવ્યું હતું કે તે અને આલિયા બાળકો વિશે જ વાત કરતા હોય છે. બંનેને તેમના જીવનમાં ઘણા બધા બાળકો જોઇએ છે. લાગે છે કે તેમની આ ઇચ્છા પૂરી થવા જઇ રહી છે. જાણકાર સૂત્રોએ માહિતી આપી હતી કે આલિયા જોડિયા બાળકોની માતા બનવાની છે. આલિયા-રણબીરના ઘરે ડબલ ખુશી આવવાની છે. તેમના ઘરે એક નહીં બે નાના મહેમાન પા… પા… પગલી ભરતા આવવાના છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક પ્રખ્યાત જ્યોતિષીએ આગાહી કરી છે કે નાના રાજકુમારોના રડવાનો અવાજ કપલના ઘરમાં ગુંજશે. સોશિયલ મીડિયા પર ફેલાતા સમાચાર મુજબ, લગ્નના ત્રણ મહિનામાં આલિયાના આટલા મોટા બેબી બમ્પ થવાનું કારણ જોડિયા બાળક પણ હોઈ શકે છે. ચાહકોમાં ખુશીની લહેર છે. જો આ વાત સાચી સાબિત થશે તો કપૂર પરિવારમાં બમણી ખુશી થશે.
તાજેતરમાં જ આલિયા તેની હોલીવૂડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ પૂર્ણ કરીને યુરોપથી ભારત પરત આવી છે. આ દરમિયાન તે એરપોર્ટ પર મોટા બેબી બમ્પ સાથે જોવા મળી હતી. બીજી તરફ જો કપલના વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા અને રણબીર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળવાના છે. તેના ફેન્સ આ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય રણબીર કપૂરની ‘શમશેરા’ પણ 22 જુલાઈએ રિલીઝ થવા માટે તૈયાર છે, જેમાં તે સંજય દત્ત સાથે કામ કરીને ખૂબ જ ખુશ છે.
