જખૌ પાસેના લુણા બેટ પરથી ચરસનું બિનવારસુ પેકેટ મળ્યું: કચ્છમાં બે વર્ષમાં ૧૬૦૦થી વધુ પેકેટ પકડાયાં

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છ ડ્રગ માફિયાઓ માટે ગોલ્ડન ટ્રાયેન્ગલ જેવું બની રહ્યું હોય તેમ આ સરહદી જિલ્લામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો એક પછી એક પકડાવવાનો વણથંભ્યો સિલસિલો જાણે યથાવત્ રહેવા પામ્યો હોય તેમ અબડાસા તાલુકાના જખૌના સમુદ્રકાંઠાના લુણા બેટમાંથી સરહદી સલામતી દળના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થનું બ્લુ કલરમાં અંગ્રેજીમાં છાપેલું બિનવારસુ ચરસનું પેકેટ મળી આવતાં જખૌ મરીન પોલીસના હવાલે કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન તરફના સમુદ્રમાંથી તણાઈને કચ્છના સાગર કાંઠાઓમાં ઠલવાતા માદક પદાર્થના પેકેટો મળવાનો સિલસિલો છેલ્લાં અઢી વર્ષથી જારી છે. ખાસ કરીને અબડાસા અને લખપત તાલુકાના ક્રિક વિસ્તારમાંથી આ પ્રકારના માદક પદાર્થના પેકેટ સતત મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી અત્યાર સુધીમાં ૧૬૦૦થી વધુ પેકેટ સુરક્ષા એજન્સીઓને મળ્યાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.