હવે IRCTC પેસેન્જર અને ગ્રાહક ડેટા વેચશે નહીં, વિરોધ પછી ટેન્ડર પાછું ખેંચ્યું

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતીય રેલ્વેની પેટાકંપની, ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને આજે લોકોનો વ્યક્તિગત ડેટા વેચવાનું ટેન્ડર પાછું ખેંચી લીધું છે. IRCTCએ ગ્રાહકોનો ડેટા વેચવા માટે સલાહકારની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી, જેની લોકો દ્વારા ઉગ્ર ટીકા કરવામાં આવી હતી. આ પછી IRCTCએ આ મામલાને લગતું ટેન્ડર પાછું ખેંચી લીધું છે.
લોકોએ પેસેન્જર અને ગ્રાહક ડેટા વેચવાના IRCTCના નિર્ણયનો ભારે વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે IRCTC પાસે વ્યક્તિગત ફોન નંબર, ઘરના સરનામા, ગ્રાહકોના બેંક ખાતાની વિગતો જેવા અત્યંત સંવેદનશીલ ડેટા છે. ગ્રાહકો તેમની અંગત માહિતી IRCTCને વિશ્વાસ સાથે આપે છે. એગર IRCTC આ ડેટા વેચશે તો એ ગ્રાહકોનો વિશ્વાસ તોડવા જેવું હશે.
IRCTC અધિકારીઓએ કહ્યું હતું કે ડેટા પ્રાઇવસીને લગતી બધી ચિંતાઓ બાદ ડેટા વેચવાનો નિર્ણય પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  નોંધનીય છે કે IRCTCના 100 મિલિયનથી વધુ યુઝર્સ છે, જેમાંથી 7.5 કરોડ એક્ટિવ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.