IRCTC આપી રહ્યું છે દક્ષિણ ભારતની અનેક સુંદર જગ્યા પર ફરવાની તક, ખર્ચ જાણીને તમને પણ થઈ જશે ફરવાનું મન

ટૉપ ન્યૂઝ સ્પેશિયલ ફિચર્સ

Mumbai: આગામી દિવસોમાં જો તમારો ફરવાનો પ્લાન હોય તો રેલવે તમારા માટે એક ખાસ પેકેજ લઇને આવ્યું છે. આ પેકેજમાં તમને દક્ષિણ ભારતમાં ફરવાની તક મળશે. તમે મદુરાઇ, રામેશ્વરમ, કન્યાકુમારી, તિરુવનંતપરમ જેવી સુંદર જગ્યાઓ પર ફરવાની મજા માણી શકશો. નોંધનીય છે કે આ પેકેજ છ દિવસનું હશે. IRCTCએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.
IRCTCએ તેના ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે સાઉથમાં ફરવાની મજા માણો. IRCTC એર ટૂર પેકેજ સાથે તમે મદુરાઇ, ત્રિવેન્દ્રમ, વિશાખાપટ્ટનમ અને ઘણુ બધુ એક્સપ્લોર કરી શકો છો. આ પેકેજ છ દિવસ અને પાંચ રાતનું હશે.
ટૂર પેકેજની વિગતવાર માહિતી
પ્રસ્થાનની તારીખ- 12મી ઓગસ્ટ
કયાંથી મળશે ફ્લાઇટ- વિશાખાપટ્ટનમ એરપોર્ટ
ડેસ્ટિનેશન- વિશાખાપટ્ટનમ, મદુરાઇ, રામેશ્વરમ, કન્યાકુમારી, તિરુવનંતપુરમ
આ પેકેજમાં થનારા ખર્ચની વાત કરીએ તો સિંગલ ઓક્યુપેન્સીમાં તમને 43,330 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ આવશે. ઉપરાંત ડબલ ઓક્યુપન્સીમાં 33,770 રૂપિયા પ્રતિ વ્યક્તિ, ટ્રિપલ ઓક્યુપન્સીમાં 32,350 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ આવશે.
આ પેકેજ હેઠળ તમને આવવા-જવા માટેની ફ્લાઇટની ટિકિટો, રહેવા માટે AC હોટેલમાં વ્યવસ્થા હશે, 4 બ્રેકફાસ્ટ અને પાંચ ડિનર, ટ્રાવેલ ઇનશ્યોરન્સ વગેરેની સુવિધા મળશે.
આ પેકેજ અંગે વધુ માહિતી મેળવવા માટે તમારે ઓફિશિયલ લિન્ક bit.ly/3b72hYp પર વિઝિટ કરી શકો છો. આ ઉપરાંત તમે ફોન નંબર 8287932318, 8287932227 પર પણ કોલ કરી શકો છો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.