Homeટોપ ન્યૂઝ...તો લૂંટ કરો બંધઃ પાણીની બોટલના પાંચ રુપિયા વધારે વસૂલવાનું પડ્યું ભારે

…તો લૂંટ કરો બંધઃ પાણીની બોટલના પાંચ રુપિયા વધારે વસૂલવાનું પડ્યું ભારે

રેલવેના કોન્ટ્રાકટરને એક લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
રેલવેમાં સ્ટેશનના પરિસર અને ટ્રેનોમાં ખાસ કરીને આઈઆરસીટીસી દ્વારા ઉત્પાદિત પાણીની બોટલ વેચવામાં આવી રહી છે, પરંતુ પાણીની બોટલના કાળા બજાર કરવાનું પ્રમાણ વધારે છે. તાજેતરમાં અંબાલા ડિવિઝનના એક કોન્ટ્રાક્ટરને પાણીની બોટલના નિર્ધારિત ભાવથી વધારે ભાવ વસૂલતા જંગી રકમનો દંડ ફટકારમાં આવ્યો હતો.
તાજેતરમાં એક પ્રવાસીએ ટવિટર પર પાણીની બોટલના પાંચ રુપિયા વધારે વસૂલવાનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં પણ જોવા મળ્યું હતું કે બોટલદીઠ પાંચ રુપિયા વધારે વસૂલવામાં આવ્યા છે ત્યાર બાદ આઈઆરસીટીસીએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરતા કોન્ટ્રાક્ટરને એક લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. ચંદીગઢથી શાહજહાંપુર વચ્ચે એક પ્રવાસી પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે વેન્ડર પાસેથી પાણીની બોટલ ખરીદી ત્યારે 20 રુપિયા માગ્યા હતા, જ્યારે બોટલ પર પંદર રુપિયાની એમઆરપી લખી હતી, ત્યાર બાદ પ્રવાસીએ તેની ફરિયાદ રેલવેને કરી હતી. પ્રવાસીની ફરિયાદને ધ્યાનમાં લઈને આઈઆરસીટીસીએ કોન્ટ્રાક્ટર અને વેન્ડર સામે કાર્યવાહી કરી હતી. કોન્ટ્રાક્ટરને એક લાખનો દંડની સાથે કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી હતી, એમ અંબાલા ડિવિઝનના ડીઆરએમે જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી રેલવે પ્રશાસન સ્ટેશન પર જરુરી સામાન પર નિર્ધારિત ભાવ વસૂલવાનું નક્કી કરેલું છે, જેના માટે આઈઆરસીટીએ પણ રેલવેને અલગ અલગ વસ્તુના ભાવનું લિસ્ટ આપ્યું છે, જેથી કરીને કોન્ટ્રાક્ટર પણ પ્રવાસી પાસેથી વધારે પૈસા લઈ શકે નહીં અને જો તેમ કરે તો દંડ સાથે તેનું લાઈસન્સ પણ રદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular